Home /News /national-international /સસરાની સલાહ માનીને ખરીદી Lotteryની ટિકિટ, નસીબ ખુલ્યું અને થયો 2.50 કરોડ રૂપિયાનો વરસાદ

સસરાની સલાહ માનીને ખરીદી Lotteryની ટિકિટ, નસીબ ખુલ્યું અને થયો 2.50 કરોડ રૂપિયાનો વરસાદ

બાળકોને ટ્યૂશન ભણાવતી સંગીતાએ 500 રૂપિયાની લોટરી ખરીદી અને બદલાઈ ગઈ કિસ્મત!

બાળકોને ટ્યૂશન ભણાવતી સંગીતાએ 500 રૂપિયાની લોટરી ખરીદી અને બદલાઈ ગઈ કિસ્મત!

ચંદીગઢઃ પંજાબ રાજ્યના નવા વર્ષ લોહરી બમ્પર-2021 (Punjab State New Year Lohri Bumper-2021) લોટરી પશ્ચિમ બંગાળ (West Bengal)ના એક મધ્યમવર્ગીગ પરિવારના જીવનમાં આશાનું એક નવું કિરણ લઈને આવી છે. બાળકોને કલે મોડલિંગ અને ડ્રોઇંગ શીખવાડીને ગુજરાન ચલાવનારી સંગીતા ચૌબે (Sangeeta Choubey)એ 2.50 કરોડ રૂપિયાની લોટરનું પહેલું પુરસ્કાર જીત્યું છે. લોટરીની આ ટિકિટ તેણે પોતાના સસરાની સલાહ બાદ ખરીદી હતી.

પોતાની ખુશી વ્યક્ત કરતાં આસનસોલ નિવાસી સંગીતા (48)એ કહ્યું કે, તેઓએ પોતાના જીવનમાં આટલું મોટી પુરસ્કાર રકમ જીતવાનું ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. પરંતુ પંજાબ રાજ્ય નવ વર્ષ લોહરી બમ્પરે તેને સાચું બનાવી દીધું. તેઓએ કહ્યું કે તેમના સસરા લાંબા સમયથી લોટરીની ટિકિટ ખરીદતા રહ્યા હતા, પરંતુ તેઓએ ક્યારેય આટલું મોટું પુરસ્કાર નથી જીત્યું. સંગીતા ચૌબેએ કહ્યું કે, તેમણે પોતાના સસરાની સલાહ પર પહેલી વાર લોટરીની ટિકિટ ખરીદી. અંતે તેમનું ભાગ્ય ચમકી ગયું અને તેમને પહેલું પુરસ્કાર જીત્યું.

આ પણ વાંચો, ‘જૂલી’એ 5 Puppiesને જન્મ આપ્યો તો માલિકે 12 ગામના લોકોને આપી Grand Party

પુરસ્કાર રાશિ માટે આજે ચંદીગઢમાં લોટરી વિભાગને ટિકિટ અને જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યા બાદ તેઓએ જણાવ્યું કે તેમના પતિ એક પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે અને તેમની એક દીકરી અને બે દીકરા છે. તેઓએ કહ્યું કે આ પુરસ્કાર રાશિ તેમના બાળકોના ભવિષ્યને ઘડવામાં ખૂબ જ સહયોગી બનશે અને તેનાથી તેમની નાણાકીય સમસ્યાઓનું પણ સમાધાન થશે.

આ પણ વાંચો, માતા-દીકરાની હત્યા કરી લાશોને ઘરના આંગણામાં દાટી દીધી, પોલીસે આવી રીતે ઉકેલી ડબલ મર્ડર મિસ્ટ્રી

ન્યૂ યર લોહરી બમ્પર લોટરી

પંજાબમાં ન્યૂ યર લોહરી બમ્પર લોટરી દરેક વર્ષે જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ પર્વ પર બહાર પાડવામાં આવે છે. ટિકિટની કિંમત આ વખતે 500 રૂપિયા રાખવામાં આવી હતી અને તેનું વેચાણ સામાન્ય રીતે નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં થાય છે. આ ટિકિટ પંજાબના દરેક જિલ્લામાં ઉપલબ્ધ રહે છે. ટિકિટોનું વેચાણ ઓનલાઇન પણ થાય છે. હવે હોળી અને બૈશાખી બમ્પર લોટરીનું આયોજન કરવામાં આવશે.
First published:

Tags: Fortune, Lottery, West bengal, પંજાબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો