Home /News /national-international /સંધ્યા દેવનાથનના બન્યા Meta ઈન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ, તસવીરો પરથી જાણો તેમની સફર
સંધ્યા દેવનાથનના બન્યા Meta ઈન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ, તસવીરો પરથી જાણો તેમની સફર
સંધ્યા ગણેશન બન્યા મેટાના મહિલા વાઇસ પ્રેસિડેન્ટ
Meta India Vice President Sandhya Devanathan: મેટા ઇન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથન ભારતમાં કંપનીની આવક વધારવા માટે અગ્રણી બ્રાન્ડ્સ, જાહેરાતકર્તાઓ, ક્રિએટર્સ અને પાર્ટનર્સ સાથે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
માર્ક ઝુકરબર્ગની કંપની મેટા (Meta)એ સંધ્યા દેવનાથન (Sandhya Devanathan)ને ઇન્ડિયા વર્ટિકલ - મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સોંપી છે. સંધ્યા 1 જાન્યુઆરી, 2023ના રોજ આ પદ સંભાળશે. તેઓ મેટા APACના પ્રેસિડેન્ટ ડેન નેરીને રિપોર્ટ કરશે.
Meta ઈન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથન
સંધ્યા દેવનાથને 1998માં આંધ્ર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA પણ કર્યું હતું. તેઓ લીડરશિપના કોર્સ માટે 2014માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની Saïd Business Schoolમાં ગયા હતા.
Meta ઈન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથન
સંધ્યા દેવનાથન ભારત પરત ફરશે અને અહીં કંપનીના સંગઠન તથા સ્ટ્રેટેજીની આગેવાની લેશે. તેઓ ભારતમાં મેટાના બિઝનેસના લાંબા ગાળાના વિકાસના ટાર્ગેટ સાથે પાર્ટનર્સ અને ગ્રાહકોને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમની પ્રાથમિકતાઓમાં બિઝનેસ અને રેવન્યુ પણ શામેલ રહેશે.
મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથન ભારતમાં કંપનીની આવક વધારવા માટે અગ્રણી બ્રાન્ડ્સ, જાહેરાતકર્તાઓ, ક્રિએટર્સ અને પાર્ટનર્સ સાથે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
Meta ઈન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથન
અહીં ઉલ્લેખનિય છે કે, સંધ્યા દેવનાથન બેન્કિંગ, પેમેન્ટ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં 2 દાયકા જેટલો બહોળો અનુભવ અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી ધરાવે છે. તેઓ વર્ષ 2016માં મેટામાં જોડાયા હતા.
ભૂતકાળમાં સંધ્યા દેવનાથન મેટાના સિંગાપોર અને વિયેતનામ બિઝનેસના અને દક્ષિણ-પૂર્વ એશિયામાં કંપનીની ઇ-કોમર્સ ઈનિશિએટિવમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમણે APAC માટે કંપનીના ગેમિંગ વર્ટિકલની આગેવાની લીધી છે. આ વર્ટીકલને વૈશ્વિક સ્તરે સૌથી મોટી મેટા વર્ટિકલ્સ પૈકીનું એક ગણાય છે.
Meta ઈન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથન
તેઓ Women@APAC માટે એક્ઝિક્યુટિવ સ્પોન્સર (Executive Sponsor) પણ છે, અને ગેમિંગ ઉદ્યોગ Play Forwardની વૈશ્વિક લીડ તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પેપર ફાઇનાન્શિયલ સર્વિસિસ (Pepper Financial Services)ના ગ્લોબલ બોર્ડમાં પણ સામેલ છે.
Meta ઈન્ડિયાના નવા વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથન
સંધ્યા દેવનાથનની નિમણૂક અંગે મેટાના ચીફ બિઝનેસ ઓફિસર માર્ને લેવિને જણાવ્યું હતું કે, "સંધ્યા પાસે બિઝનેસ વધારવા, અસાધારણ ટીમો બનાવવા, પ્રોડક્ટમાં નવી વસ્તુઓ ઉમેરવા અને મજબૂત ભાગીદારીના નિર્માણનો સારો ટ્રેક રેકોર્ડ છે."
નોંધનીય છે કે, અજિત મોહને આ મહિનાની શરૂઆતમાં રાજીનામું આપી દીધું હતું. રિપોર્ટ પ્રમાણે, અજિત મોહન સ્નેપચેટમાં જોડાવા જઈ રહ્યા છે. અજિત મોહને જાન્યુઆરી 2019માં ફેસબુક ઇન્ડિયામાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર