Home /News /national-international /Sandeep Singh case: હરિયાણાની મહિલા કોચનો દાવો, દેશ છોડવા માટે રૂ. 1 કરોડની ઓફર આપી

Sandeep Singh case: હરિયાણાની મહિલા કોચનો દાવો, દેશ છોડવા માટે રૂ. 1 કરોડની ઓફર આપી

હરિયાણાની મહિલા કોચનો દાવો

મહિલા કોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે, તેમને દેશ છોડીને જવા માટે વારંવાર ફોન કરવામાં આવી રહ્યા છે અને તે માટે 1 કરોડ રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું છે. પીડિતા જણાવે છે કે, હરિયાણા પોલીસ તેને પ્રેશર કરી રહી છે.

  હરિયાણા: રમતગમત મંત્રી સંદીપ સિંહ (Sandeep Singh) પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલા કોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેમને દેશ છોડીને જવા માટે વારંવાર ફોન કરવામાં આવી રહ્યા છે અને તે માટે 1 કરોડ રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું છે. પીડિતા જણાવે છે કે, હરિયાણા પોલીસ તેને પ્રેશર કરી રહી છે.

  સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના

  હરિયાણાના ખેલ મંત્રી સંદીપ સિંહ પર જુનિયર મહિલા કોચના આરોપ બાદ DGPએ SITની રચના કરી છે. જેમાં IPS મમતા સિંહ અને સમર પ્રતાપ સિંહ સાથે HPS રાજકુમાર કૌશિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. મમતા સિંહ SITનું નેતૃત્વ કરી રહ્યા છે.

  આ પણ વાંચો: હોકી લેજન્ડથી લઈને જાતીય સતામણીના આરોપ સુધી સંદીપ સિંહની કારકિર્દી કંઈક આવી રહી, જાણો

  ચંદીગઢ પોલીસના વિશેષ તપાસ ટીમ (SIT) સામે રજૂ થયા બાદ પીડિતાએ મીડિયા સામે આ નિવેદન આપ્યું છે. પીડિતાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘મેં ચંદીગઢ પોલીસ SITને વિસ્તારપૂર્વક તમામ જાણકારી આપી દીધી છે. મેં આજે સવારે મુખ્યમંત્રીનું નિવેદન પણ સાંભળ્યું છે, જેમાં તેઓ સંદીપ સિંહનો પક્ષ લઈ રહ્યા છે. ચંદીગઢ પોલીસે મારા પર કોઈપણ પ્રકારનું પ્રેશર આપ્યું નથી. હરિયાણા પોલીસ મારા પર પ્રેશર આપી રહી છે. મને વારંવાર ફોન કરવામાં આવી રહ્યા છે કે, તેઓ દેશ છોડીને જઈ શકે છે અને એક મહિના માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.’

  પીડિતાના વકીલ દીપાંશુ બંસલે આરોપ મુક્યો છે કે, ચંદીગઢ પોલીસે આરોપી પૂર્વ મંત્રીની ધરપકડ કરી નથી અને કોઈપણ પ્રકારની પૂછપરછ પણ કરવામાં આવી નથી. તેઓ જણાવે છે કે, ‘આ સમગ્ર મામલો ચંદીગઢનો છે. ચંદીગઢ પોલીસે ધારા 160 હેઠળ નોટીસ આપી હતી. ત્યારબાદ અમે નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મારા ક્લાયન્ટ પાસે જે પણ પૂરાવા હતા, તે પોલીસ સામે રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પૂરાવા જમા કરાવી દેવામાં આવ્યા છે. પોલીસને ફોન પણ આપી દેવામાં આવ્યો છે. પોલીસે સંદીપ સિંહની પૂછપરછ નથી કરી અને તેની ધરપકડ પણ કરી નથી. સંદીપ સિંહની પૂછપરછ કરવા માટે SITના પ્રભારી સાથે વાત કરી છે. મંત્રીની ધરપકડ કરવા માટે પોલીસને બેથી ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.’

  આ પણ વાંચો: હરિયાણા: મહિલા કોચની છેડતીમાં ફરિયાદ નોંધાયા બાદ ખેલ મંત્રીએ આપ્યું પદ પરથી રાજીનામું

  પીડિતાના વકીલ વધુમાં જણાવે છે કે, ‘સંદીપ સિંહ પર બિન જમીનની કલમો લગાવવામાં આવી છે, તેમ છતાં પોલીસ આરોપીની ધરપકડ શા માટે નથી કરી? પોલીસે પીડિતાનો ફોન પણ જપ્ત કરી લીધો છે.’

  ધનખડ ખાપના પ્રતિનિધિઓએ પીડિતાના પિતા સાથે અંબાલામાં હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ સાથે મુલાકાત પણ કરી છે.

  પીડિતાએ કરી પોલીસ ફરિયાદ

  નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચંદીગઢના સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં કલમ-354, 354A, 354B, 342, 506 IPC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 30 ડિસેમ્બર 2022ના રોજ લેડી કોચ ચંદીગઢ પોલીસ હેડ ક્વાર્ટર ગઈ અને SP સાથે મુલાકાત કરી હતી અને પોતાની ફરિયાદ નોંધાવી હતી.

  જૂનિયર એથ્લીટ મહિલા કોચે વિપક્ષી ઈન્ડિયન નેશનલ લોક દળ (INLD)ની ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે આરોપ મુક્યો હતો કે, મંત્રી ગત વર્ષે ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી સોશિયલ મીડિયા પર વારંવાર મેસેજ કરીને તેમને પરેશાન કરતા હતા. ઉપરાંત તેમણે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને મેસેજમાં ધમકી પણ આપી હતી.

  પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલાએ હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકાર સામે સંદીપ સિંહની હકાલપટ્ટી કરવા માટે માંગ કરી હતી. ઉપરાંત આ મામલાની તપાસ કરવા માટે SITનું ગઠન કરવાની પણ માંગ કરી હતી.

  આ પણ વાંચો: સ્કૂલ બસમાં મહિલા સાથે બળાત્કાર, પુત્રએ મિત્રો સાથે મળીને આરોપી ડ્રાઈવરને માર માર્યો, પછી

  પીડિત મહિલાએ રવિવારના રોજ ANIને જણાવ્યું હતું કે, આ મામલે ધીરજનો અંત આવી જતા તેમણે આ ઘટના અંગે લોકોને જાણ કરી હતી. ‘હું પણ ખેલાડી છું, મેં કેટલી હદે ફેબ્રુઆરીથી અત્યાર સુધી આ વ્યક્તિના વર્તનને સહન કર્યું હશે. રમત ઉદ્યોગ પર નકારાત્મક અસર થવાના ડરે અગાઉ આ અંગે જાણ કરી નહોતી. તેમણે અધિકૃત રીતે એક એવો માહોલ ઊભો કર્યો હતો કે, કોઈપણ મહિલા તેમની પાસે આપોઆપ આવી જતી હતી.’

  મહિલા જણાવે છે કે, આ બધુ વધારે પડતું સહન ન થવાને કારણે તે જનતા સામે આવી છે.

  હરિયાણાના રમત ગમત મંત્રી સંદીપ સિંહ પર રવિવારે યૌન શોષણનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેના ગણતરીના કલાક બાદ સંદીપ સિંહે તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને રમત ગમત વિભાગની જવાબદારી સોંપી દીધી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Haryana Crime, Rape Accused, Sandeep Singh

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन