'ડાબેરી' વિચારવાળા ગૌરી લંકેશની હત્યા માટે 'જમણેરી' હિંદુત્વવાદીઓ જવાબદાર’

News18 Gujarati
Updated: November 25, 2018, 1:28 PM IST
'ડાબેરી' વિચારવાળા ગૌરી લંકેશની હત્યા માટે 'જમણેરી' હિંદુત્વવાદીઓ જવાબદાર’
ગૌરીા લંકેશનું ઇલસ્ટ્રેશન

ગૌરી લંકેશની હત્યામાં સંડોવાયેલા લોકો રેશનાલિસ્ટ એમ. એમ. કલબુર્ગી, નરેન્દ્ર ડાભોલકર અને ગોવિંદ પાનસરેની હત્યામાં પણ સામેલ હોઇ શકે છે.

  • Share this:
કર્ણાટકમાં પત્રકાર અને કર્મશીલ ગૌરી લંકેશની હત્યા હિંદુત્વાદી સનાતન સંસ્થાએ કહી હતી કેમ કે, તેમને ગૌરી લંકેશની વિચારધારા પસંદ નહોતી.

ગૌરી લંકેશ હત્યાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમે કોર્ટમાં પુરવણી ચાર્જશીટ રજૂ કરી તેમાં સનાતન સંસ્થાનાં નામનો ઉલ્લેખ કર્યો છે. તપાસ એજન્સીએ 9,235 પાનાની ચાર્જશીટ (આરોપનામુ) કોર્ટમાં રજૂ કર્યું હતું.

આ ચાર્જશીટમાં તપાસ એજન્સીએ કહ્યું છે કે, સનાતન સંસ્થા સાથે જોડાયેલા લોકોએ ગૌરી લંકેશની હત્યા કરી હતી. તેમની હત્યા પાછળ આરોપીઓને કોઇ વ્યક્તિગત રાગદ્વેષ નહોતો પણ એક વિચારધારા જવાબદાર હતી.

તપાસ અધિકારીઓએ આ ચાર્જશીટમાં એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ગૌરી લંકેશની હત્યાનું કાવત્રુ પાંચ વર્ષથી ઘડાઇ રહ્યું હતું.

સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્યુટર એસ. બાલને મીડિયાને જણાવ્યું કે, હત્યારોને ગૌરી લંકેશ સાથે કોઇ દુશ્મનાવટ નહોતી. તો પછી શા માટે તેની હત્યા થઇ ? કેમ કે, ગૌરી લંકશે એક ચોક્કસ વિચારધારામાં માનતી હતી. એટલા માટે, તેની હત્યા કરવા માટે એક ચોક્કસ વિચારધારા જવાબદાર હતી અને એની પાછળ ચોક્કસ સંસ્થા હતી”.
આ કેસમાં તપાસ એજન્સીએ વધુ તપાસની પણ માંગણી કરી છે. આ કેસમાં પહેલી ચાર્જશીટ ગયા વર્ષનાં મે મહિનામાં રજૂ કરી હતી.ગૌરી લંકેશ 55 વર્ષના મહિલા પત્રકાર-કર્મશીલ હતા અને તેઓ ડાબેરી વિચારધારા ધરાવતા હતા. એટલું જ નહીં પણ હિંદુત્વવાદી વિરોધી લોકો સામે પણ ખુલીને લખતા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેમની ઘરની સામે જ તેમની હત્યા કરવામાં આવી હતી. ગૌરી લંકેશની હત્યાએ સમગ્ર દેશમાં વ્યક્તિગત સ્વતંત્રતા માટે લડતાં લોકોને સ્તબ્ધ કરી દીધા હતા.
આ કેસમાં અત્યાર સુંધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હત્યા કરનાર પરશુરામ વાઘમરેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસના માસ્ટરમાઇન્ડ અમોલ કાલે, સુજીત કુમાર અને અમિત દેગવેકરની પણ ધરપકડ કરાઇ છે.
તપાસ એજન્સીને એ પણ શંકા છે કે, ગૌરી લંકેશની હત્યામાં સંડોવાયેલા લોકો રેશનાલિસ્ટ એમ. એમ. કલબુર્ગી, નરેન્દ્ર ડાભોલકર અને ગોવિંદ પાનસરેની હત્યામાં પણ સામેલ હોઇ શકે છે.

 

 
First published: November 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading