Home /News /national-international /વિવાદ: સનાતન ધર્મ જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, યોગી આદિત્યનાથના નિવેદન પર કોંગ્રેસે કર્યા પ્રહાર

વિવાદ: સનાતન ધર્મ જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, યોગી આદિત્યનાથના નિવેદન પર કોંગ્રેસે કર્યા પ્રહાર

yogi adityanath

સનાતન ધર્મ જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે નીલકંઠ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં મોટી વાત કહી હતી.

જાલૌર: રાજસ્થાના જાલૌરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથે સનાતન ધર્મને ભારતનો રાષ્ટ્રીય ધર્મ ગણાવ્યો હતો, જેને લઈને હોબાળો મચ્યો છે.

આ પણ વાંચો: તુમ હમારા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે: સુભાષ ચંદ્ર બોઝની સ્ટાઈલમાં બાગેશ્વર બાબાએ હુંકાર ભર્યો

સનાતન ધર્મ જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે નીલકંઠ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે, અમારા માટે વ્યક્તિગત સ્વાર્થથી ઉપર રાષ્ટ્રીય ધર્મ છે. તે જોડાવાથી દેશ સુરક્ષિત થઈ જાય છે. આપણા ધર્મ સ્થળ તોડવામાં આવે છે, તેનું ફરીથી નિર્માણ પણ થાય છે. અયોધ્યા તેનુ ઉદાહરણ છે, જ્યાં લગભગ 500 વર્ષ બાદ ભવ્ય મંદિર બની રહ્યું છે. એટલું જ નહીં જોઈ કોઈ કાળખંડમાં ધર્મસ્થળોને અપવિત્ર કર્યા છે, તો તેની પુનર્સ્થાપનાનું અભિયાન ચલાવ્યું છે. તેમણે કહ્યુ કે, પીએમ મોદીના પ્રયાસો બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેમના આ પ્રકારના નિવેદનો બાદ કોંગ્રેસ આકરાં પાણએ છે.

યોગી આદિત્યનાથના નિવેદન પર હોબાળો


કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે, જો સનાતન ધર્મ જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે, તો તેનો અર્થ છે કે, શિખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ, ઈસ્લામ અને નિરંકાર જેવા ધર્મ ખતમ. તેમણે કહ્યું કે, એ સમજાતું નથી કે, શું ભાજપ સંવિધાનને માનતી નથી. ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે. અહીં રાજ્યની નજરમાં તમામ ધર્મ બરાબર છે. ફક્ત અને ફક્ત સાંપ્રગાયિકતાની રાજનીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમનો ઉદ્દેશ્ય છે, તે દેશની જનતા જોઈ સમજી રહી છે. પહેલા એ બતાવો કે, સનાતમ ધર્મમાં મહિલાઓ, દલિતો અને પછાતોનું સ્થાન ક્યાં છે, પછી આગળની વાત કરજો.
First published:

Tags: CM Yogi Adityanath, Hindu dharm

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો