Home /News /national-international /

ડૉક્ટર સના રામચંદ ગુલવાની: પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા અધિકારી, પ્રથમ પ્રયાસે જ પરીક્ષા કરી પાસ

ડૉક્ટર સના રામચંદ ગુલવાની: પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા અધિકારી, પ્રથમ પ્રયાસે જ પરીક્ષા કરી પાસ

ડૉક્ટર સના રામચંદ ગુલવાની

Doctor Sana Ramchand Gulwani: પાકિસ્તાનમાં 1947 પછી આ પ્રથમ મોકો છે જ્યારે કોઈ હિન્દુ યુવતી એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં પસંદગી પામી હોય.

  ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં હિન્દુ યુવતી ડૉક્ટર સના રામચંદ ગુલવાની (Sana Ramchand Gulwani)એ ઇતિહાસ રચ્યો છે. સના પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સરકારી અધિકારી બની છે. સનાએ પાકિસ્તાનની પ્રતિષ્ઠિત પબ્લિક સર્વિસ એક્ઝામ (Central superior services- CSS) પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી લીધી છે. CSSની પરીક્ષા પાકિસ્તાનમાં સૌથી મુશ્કેલ પરીક્ષામાંની એક છે.

  સનાએ વર્ષ 2016માં શહીદ મોહતરમા બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી છે. સના હવે CSSની પરીક્ષા પાસ કરીને ડૉક્ટરમાંથી અધિકારી બની છે. સનાએ આગળ Urologist તરીકે અભ્યાસ શરૂ રાખ્યો હતો અને સાથે જ પરીક્ષા આપી હતી. સનાના હવાલેથી ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું છે કે, "તાલિમ વખતે મારું પોસ્ટિંગ શિકરપુરના લખીની તાલુકા હૉસ્પિટલમાં થયું હતું. અહીં હું મહિલા ચિકિત્સા અધિકારી હતી. સિંધના ગ્રામ્ય વિસ્તારોમાં સામુદાયિક સ્વાસ્થ્યની સ્થિતિ ખૂબ જ ખરાબ છે."

  "હું દરરોજ દર્દીઓને તપાસતી હતી પરંતુ તેમના માટે દવા કે દાખલ કરવાની વ્યસ્થા ન હતી. ત્યાં સુધી કે સાવ સામાન્ય દવાઓ પણ ઉપલબ્ધ ન હતી. આ કારણે મારા મનમાં સરકારી હૉસ્પિટલના ઉદેશ્ય પ્રત્યે શંકા જન્મતી હતી." રિપોર્ટ પ્રમાણે 2019માં જ્યારે શિકરપુરના ડેપ્યુટી કમિશનરે હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે સનાએ જોયું કે તમામ લોકો કામ કરવા માંગે છે અને હૉસ્પિટલમાં જે જે વસ્તુ નથી તે અછત પૂર્ણ કરવા માંગે છે. આ જ સમયે સનાને સિવિલ સર્વિસમાં કારકિર્દી બનાવવાનો અને સમાજ સેવા કરવાનો વિચાર આવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી વધારે હિન્દુ રહે છે. રિપોર્ટ પ્રમાણે ડૉક્ટર સના રામચંદ એ 211 કેન્ડિડેટ્સમાં સામેલ છે, જેમને પાકિસ્તાન વહીવટી વિભાગમાં ઊંચો હોદ્દો મળશે. આ પરીક્ષામાં લેખિત પરીક્ષામાં 18 હજારથી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ડૉક્ટર સનાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "વાહે ગુરુ જી કા ખાલસા, વાહે ગુરુ જી કી ફતહ! મને એ વાત જણાવતા આનંદ થાય છે કે અલ્લાહની કૃપાથી મેં સીએસએસ-2020 પરીક્ષા પાસ કરી લીધી છે. આનો સંપૂર્ણ શ્રેય મારા માતાપિતાને જાય છે."

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સીએસએસ પરીક્ષા પાસ કરીને સારા રેન્ક મેળવનાર ઉમેદવારે એડમિનિસ્ટ્રેટિવ વિભાગ, કેન્દ્રીય પોલીસ દબમાં સામેલ થવાનો મોકો મળે છે. જે બાદમાં વિદેશ વિભાગ આવે છે.

  આ પણ વાંચો: NDA: સુપ્રીમ કોર્ટે સરકારને વધુ સમય આપવાનો કર્યો ઇન્કાર, આ વર્ષે મહિલાઓ પરીક્ષા આપશે

  બીબીસી ઉર્દૂના રિપોર્ટ પ્રમાણે ડૉક્ટર સના રામચંદ પાકિસ્તાનની એ પ્રથમ મહિલા છે જે સીએસએસ પાસ કરીને પીએએસ માટે પસંદગી પામી છે. રિપોર્ટ પ્રમાણે આ પરીક્ષામાં કુલ 79 યુવતીઓ પાસ થઈ છે. આ તમામને અલગ અલગ વિભાગમાં પોસ્ટિંગ મળશે.

  બીજી એક હકીકત એવી પણ છે કે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય સાથે ખૂબ જ ભેદભાવ કરવામાં આવે છે. તેમને ઉચ્ચ પદ પર નિમણૂક નથી આપવામાં આવતી. જ્યારે એડમિનિસ્ટ્રેટિવ સેવામાં કોઈ હિન્દુની પસંદગી નથી કરવામાં આવતી. એટલે કે 1947 પછી આ પ્રથમ મોકો છે જ્યારે કોઈ હિન્દુ યુવતી એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં પસંદગી પામી હોય.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Civil servant exam, Examination, Hindu-girl, પાકિસ્તાન

  આગામી સમાચાર