Home /News /national-international /MSP સહિત અન્ય માંગણી પર સરકાર સાથે વાત કરશે કિસાન સંગઠન, 5 સભ્યની પેનલ બનાવી

MSP સહિત અન્ય માંગણી પર સરકાર સાથે વાત કરશે કિસાન સંગઠન, 5 સભ્યની પેનલ બનાવી

. ખેડૂત સંગઠનો તરફથી 5 સદસ્યીય પેનલ અન્ય મુદ્દા પર સરકાર સાથે ચર્ચા કરશે (File: PTI)

Samyukt Kisan Morcha - કિસાન સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ખેડૂતો સામે નોંધાયેલા બધા કેસ પાછા નહીં લે ત્યાં સુધી ધરણા સ્થળેથી હટશે નહીં.

  નવી દિલ્હી : કેન્દ્ર સરકારની (Central Government)ઓફર પર દિલ્હીના અલગ-અલગ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો (Farmer Unions)સરકાર સાથે વાતચીત માટે તૈયાર થઇ ગયા છે. શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ખેડૂત સંગઠનોને વાતચીત કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. જેનો ખેડૂત સંગઠનોએ સ્વીકાર કર્યો છે. ખેડૂત સંગઠનો તરફથી 5 સદસ્યીય પેનલ અન્ય મુદ્દા પર સરકાર સાથે ચર્ચા કરશે. શનિવારે દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની (sanyukt kisan morcha)બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિટિંગમાં ઘરના સ્થળેથી ખેડૂતોના હટવાના મુદ્દા ઉપર પણ ચર્ચા થઇ હતી. કિસાન સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ખેડૂતો સામે નોંધાયેલા બધા કેસ પાછા નહીં લે ત્યાં સુધી ધરણા સ્થળેથી હટશે નહીં.

  ત્રણ કૃષિ કાનૂનોના વિરોધમાં કિસાન સંગઠન દિલ્હીની અલગ-અલગ સરહદો પર એક વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની નારાજગી જોતા સરકારે આ ત્રણેય કૃષિ કાયદાને રદ કરી દીધા છે. જોકે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (Minimum Support Price) અને કેટલીક માંગણીઓને લઇને કાનૂન બનાવવાની માંગ પર ખેડૂત સંગઠનો હજુ અડગ છે.

  MSP પર કાનૂન બનાવવાની માંગ

  કિસાન સંગઠનોની માંગ છે કે કેન્દ્ર સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્યને લઇને કાનૂન બનાવે જે ખેડૂતોને તેમના પાક પર એમએસપીની કાનૂની ગેરન્ટી આપે. મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અલગ-અલગ પાક પર નક્કી કરવામાં આવેલી કિંમત છે. જેનાથી ઓછી કિંમત પર પાકને ખરીદી શકાય નહીં.

  આ પણ વાંચો - આ ગુજરાતી પરિવારે છપાવી અનોખી કંકોત્રી, તમે પણ કરશો તેની પ્રશંસા

  સરકાર સાથે વાતચીત અને આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવાના મુદ્દે શનિવારે સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીના સિંધૂ બોર્ડર પર બેઠક કરી હતી. આ પહેલા કેન્દ્ર સરકારે એમએસપી અને અન્ય મુદ્દા પર વાતચીત માટે કિસાન સંગઠનો પાસે 5 સદસ્યીય પેનલ માટે નામ માંગ્યા હતા. જોકે સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે તેમને સરકાર તરકથી કોલ આવ્યો હતો પણ તે વિશે કોઇ ઔપચારિક વાત થઇ નથી. કિસાન નેતા દર્શન પાલ સિંહે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ખેડૂતો સામે નોંધાયેલા કેસ વાપસ લેવામાં નહીં આવે ત્યાં સુધી પ્રદર્શન સ્થળથી હટીશું નહીં.
  " isDesktop="true" id="1157708" >

  તમને જણાવી દઈએ કે ખેડ઼ૂતોની નારાજગી જોતા પીએમ મોદીએ 19 નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી હતી. જે પછી સરકારે સંસદના શીતકાલીન સત્રમા બિલ લાવીને ત્રણેય કૃષિ કાયદાને રદ કરી દીધા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Amit shah, MSP, કેન્દ્ર સરકાર, રાકેશ ટિકૈત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन