14 રાજ્ય, 90 હત્યા: આ છે અમેરિકાનો સૌથી ખતરનાક સીરિયલ કિલર!

News18 Gujarati
Updated: November 28, 2018, 10:48 AM IST
14 રાજ્ય, 90 હત્યા: આ છે અમેરિકાનો સૌથી ખતરનાક સીરિયલ કિલર!
નશાખોર અને દેહવેપાર કરતી મહિલાઓને સેમુઅલ લિટલ બનાવતો હતો શિકાર (ફાઇલ ફોટો)

નશાખોર અને દેહવેપાર કરતી મહિલાઓને સેમુઅલ લિટલ બનાવતો હતો શિકાર

  • Share this:
ઓસ્ટિન: અમેરિકાના એક સીરિયલ કિલર, જેણે 90 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. 50 વર્ષોમાં તેણે આ હત્યાઓને અંજામ આપ્યો. આ સીરિયલ કિલરનું નામ સેમુઅલ લિટલ છે. સેમુઅલ લિટલે પોતાની સજા દરમિયાન સ્વીકાર્યું કે તેણે 90 હત્યાઓ કરી છે. લિટલના ખુલાસા બાદ પોલીસ અન્ય હત્યાઓના મામલની પણ આ લિંક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલો સામે આવ્યા બાદ સેમુઅલ લિટલને અમેરિકાનો સૌથી ખતરનાક સીરિયલ કિલર માનવામાં આવી રહ્યો છે. હાલ લિટલ ત્રણ મહિલાઓની હત્યાના ગુનામાં સજા કાપી રહ્યો છે. તેને ટેક્સાસ જેલમાં રાખવામાં આવ્યો છે.

50 વર્ષ, 12 રાજ્ય, 90 હત્યાઓ


અધિકારીઓના જણાવ્યા મુજબ, લિટલે આ તમામ હત્યાઓને 50 વર્ષોમાં લગભગ 12 રાજ્યોમાં અંજામ આપ્યો. 78 વર્ષના સીરિયલ કિલર લિટલે કબૂલ્યું કે તેણે આ હત્યાઓ અમેરિકાના ફ્લોરિડા, ટેક્સાસ, જ્યોર્જિયા, ઈન્ડિયાના, મિસિસિપી, ઓહાયો, ન્યૂ મેક્સિકો, સાઉથ કેરોલીના સહિત અનેક રાજ્યોમાં કરી.

ત્રણ મહિલાઓની હત્યાના મામલામાં જેલ
ઉલ્લેખનીય છે કે, હાલ લિટલ ત્રણ મહિલાઓનું ગળું દબાવીને હત્યા કરવાના મામલામાં સજા કાપી રહ્યો છે. તેણે આ હત્યાઓ 1987થી 1989ની વચ્ચે કરી હતી. વર્ષ 2014માં લિટલને આ હત્યાઓની દોષી ઠેરવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલામાં તપાસ 2012થી શરૂ થઈ હતી. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે માર્સિયા અને તેના પાર્ટનર જાસૂસ મિત્જી રોબર્ટસએ એક શેલ્ટરમાં તેને એક હત્યાના મામલામાં પકડ્યો હતો. ડિસ્ટ્રીક્ટ એટોર્ની બોબી બ્લાંડે જણાવ્યું કે જો તેની પર લાગેલા તમામ આરોપ સિદ્ધ થઈ જાય છે તો સૈમુઅલ લિટલ અમેરિકાનો સૌથી ખતરનાક સીરિયલ કિલર બની જશે.

આ પણ વાંચો, પ્રેમજાળમાં ફસાવી યુવક 14 વર્ષની કિશોરી પર 11 મહિના સુધી આચરતો રહ્યો દુષ્કર્મ

નશાખોર અને દેહવેપાર કરતી મહિલાઓને બનાવતો હતો શિકાર

લિટલ પર આ વર્ષે ટેક્સાસમાં એક મહિલાની હત્યા કરવાનો આરોપ લાગ્યો, ત્યારબાદ તેને ટેક્સાસ જેલ લાવવામાં આવ્યો. લિટલે કબૂલ્યું કે તેણે 90થી વધુ હત્યાઓ કરી છે. જેમાંથી હજુ સધી 30 કેસોને પરસ્પર જોડવામાં આવ્યા છે. લિટલના કબૂલનામા બાદ 90 મામલાઓમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેણે જણાવ્યું કે, તે એવી મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો જેને નશાની લત હતી અથવા તો મહિલાઓ દેહવેપાર કરતી હતી. મહિલા પર હુમલા કર્યા બાદ તેનું ગળું દબાવી તેની હત્યા કરી દેતો હતો. તપાસમાં મહિલાઓના શરીરથી લિટલનું સીમન મળી આવ્યું હતું. જે તેની વિરુદ્ધ એક મજબૂત પુરાવો બન્યો. લિટલની સૌથી પહેલા 16 વર્ષની ઉંમરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે અલગ-અલગ મામલાઓમાં 10 વર્ષની જેલની સજા કાપી હતી.
First published: November 28, 2018, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading