નવી દિલ્હી : દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ (Samsung) ભારતમાં OLED મોબાઇલ ડિસ્પ્લે યૂનિટ (Mobile and IT display production unit)લગાવવા જઈ રહી છે. શુક્રવારે થયેલી કેબિનેટની બેઠકમાં દેશમાં સેમસંગની ઓએલઇડી ડિસ્પ્લે યૂનિટ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ યૂનિટને લગાવવા માટે સેમસંગે ભારતમાં 4825 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ યૂનિટ પહેલા ચીનમાં લગાવવાનો હતો પણ કંપનીએ ચીનથી પોતાનો વેપાર સમેટીને યૂપીમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.
UPના નોઇડામાં બનશે ડિસ્પ્લે યૂનિટ
કંપની યૂપીના નોઇડામાં મોબાઇલ અને આઈટી ડિસ્પ્લે બનાવવાનો યૂનિટ સ્થાપિત કરશે. નોઇડામાં યૂનિટને લગાવવા પર સેમસંગને ભારત સરકારની સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ કંપોનેટ્સ એન્ડ સેમી કંડક્ટર્સ અંતર્ગત 460 કરોડ રૂપિયાનું વિત્તીય પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો - એક્સપર્ટનો દાવો- ભારતમાં આગામી 6-8 મહિનામાં 60 કરોડ લોકોને વેક્સીન લગાવવાની તૈયારી પૂરી
દુનિયાનો ત્રીજો દેશ પણ બની જશે ભારત
ભારત ઓએલઇડી ટેકનિકથી નિર્મિત મોબાઇલ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ કરનાર દુનિયાનો ત્રીજો દેશ પણ બની જશે. વિયેતનામ અને દક્ષિણ કોરિયા પછી નોઇડામાં આ સેમસંગની ત્રીજી યૂનિટ હશે. ચીનમાં પોતાની ડિસ્પ્લે યૂનિટ બંધ કર્યા પછી સેમસંગે તેને ભારતમાં લાવવાનો નિર્ણય કર્યો છે.
1500થી વધારે લોકોને મળશે રોજગાર
ઉત્તર પ્રદેશના નિવેશ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે ભારે રોકાણ અને ઔદ્યોગિક વિકાસને જોતા યોગી સરકારે સેમસંગના આ પ્રોજેક્ટને વિશેષ પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આ પરિયોજનાથી નોઇડામાં લગભગ 1510 લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે. મોટી સંખ્યામાં લોકોને અપ્રત્યક્ષ રોજગાર પણ મળશે. આ પરિયોજના પૂરી થવા પર યૂપીને દુનિયામાં અલગ ઓળખ મળશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પણ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને છૂટછાટ આપી છે. આ પરિયોજના માટે પ્રદેશ સરકાર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ નીતિ અંતર્ગત કેપિટેલ સબસિડી, સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપશે.
Published by:Ashish Goyal
First published:December 12, 2020, 16:22 pm