આરએસએસના પૂર્વ સદસ્ય સ્વામી અસીમાનંદ અને અન્ય ત્રણ આરોપીને પંચકૂલાની વિશેષ અદાલતે દોષમુક્ત કર્યા છે. સમજૌતા એક્સપ્રેસના બ્લાસ્ટમાં 68 લોકોના મૃત્યુ થયા હતા જેમાં મોટાભાગના પાકિસ્તાની હતા.
ન્યૂઝ 18 ગુજરાતી: વર્ષ 20007માં ભારતથી પાકિસ્તાન જઈ રહેલી સમજૌતા એક્સપ્રેસમાં શ્રેણીદ્ધ વિસ્ફોટ થયા હતા જેના આરોપીઓને આજે પંચકૂલા સ્થિતિ વિશેષ અદાલતે દોષમુક્ત કર્યા છે. અદાલતે આ કેસમાં સંઘના પૂર્વ સદસ્ય સ્વામી અસીમાનંદ સહિત 3 આરોપીઓને દોષમુક્ત કર્યા છે. પાકિસ્તાને આ ઘટનાનો આકરો વિરોધ કર્યા છે. આજે પાકિસ્તાને ભારતના હાઇ કમિશનર અજય બિસારિયાને સમન ફટકારીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાનના વિદેશ સચિવે ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારીયાને સમન ફટકારીને વિરોધ નોંધાવ્યો હતો કે ભારતે શરૂઆતથી જ આ કેસમાં ઢીલી નીતિ દાખવી હતી અને હિંદુ આતંકવાદીઓનો છાવરવાનો પ્રયાસ કર્યો હતો.
કોર્ટે આજે સ્વામી અસીમાનંદ સહિત ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે છોડી દીધા હતા. બુધવારે પાકિસ્તાને એક નિવેદનમાં જણાવ્યું, “ ભારત પાકિસ્તાન સામે સતત ત્રાસવાદ પ્રસરાવવાનો આરોપ મૂકે છે પરંતુ આ કેસમાં ભારતની અદાલતની કાર્યવાહી તાનાશાહીને દર્શાવે છે. ”
પાકિસ્તાને વધુમાં એવો પણ આક્ષેપ મૂક્યો કે આ કેસના આરોપીઓને નિર્દોષ છોડવાએ ભારતની હિંદુ આંતકવાદને સમર્થન આપવાની નીતિ ખુલ્લી પાડે છે. ”
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર