ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવને કારણે બંને દેશો તરફથી રદ કરવામાં આવેલી સમજૌતા એક્સપ્રેસ રવિવારથી ફરી શરૂ થશે. દિલ્હીથી પાકિસ્તાન જવા માટે સમજૌતા એક્સપ્રેસ રવિવારે રવાના થશે. ભારત અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત સહમતિ સધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિમન્યુને મુક્ત કર્યાના બીજા દિવસે સમજૌતા એક્સપ્રેસ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવેના અધિકારીએ જણાવ્યું કે પહેલી ટ્રેન 3 માર્ચ (રવિવાર)ના રોજ ભારતથી રવાના થશે.
ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસની સેવા બંધ કરી દીધી હતી, જ્યારે ભારતે 28 ફેબ્રઆરીએ ટ્રેનનું ઓપરેશન બંધ કર્યું હતું.
સમજૌતા એક્સપ્રેસ રવિવારે પાકિસ્તાન જવા રવાના થશે જ્યારે પાકિસ્તાનના લાહોરથી તે સોમવારે રિટર્ન થશે. સમજૌતા એક્સપ્રેસ ભારતમાં દિલ્હીથી અટારી સુધી જાય છે જ્યારે પાકિસ્તાનમાં લાહોરથી વાઘા સુધી જાય છે.
જ્યારે સમજૌતા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી ત્યારે મુસાફરોને એક જ રેકમાં દિલ્હીથી લાહોર કે લાહોરથી દિલ્હી પ્રવાસ કરવાનો રહેતો હતો. પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે પાકિસ્તાનના રેક અટારીએ રોકાઈ જાય છે. ત્યાંથી મુસાફરોએ ભારતના રેકમાં બાકીનો પ્રવાસ પૂરો કરવાનો રહે છે.
ઉલ્લેખનીય છે કે, સમજૌતા એક્સપ્રેસને 22 જુલાઈ 1976ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનની શરૂઆત શિમલા એગ્રીમેન્ટના આધારે શરૂ કરવામાં આવી હતી. જેમાં 6 સ્લીપર કોચ અને એક એસી-3 ટીઅર કોચ હોય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર