Mumbai drugs caseની તપાસમાંથી હટાવાયા સમીર વાનખેડે! નવાબ બોલ્યા 'આતો શરુઆત છે'

સમીર વાનખેડેની તસવીર

Drugs case NCB:આ સમાચાર પર મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB અધિકારી સમીર વાનખેડેએ (samir wankhede) કહ્યું છે કે તેમને તપાસમાંથી હટાવવામાં આવ્યા નથી.

  • Share this:
    મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની દિલ્હીની ટીમો મુંબઈ ડ્રગ્સ કેસની (mumbai drugs case) તપાસ કરશે. NCBના સાઉથ-વેસ્ટ ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (Deputy Director General of South-West Zone) મુથા અશોક જૈને જણાવ્યું છે કે દિલ્હીની ટીમ મુંબઈ ડ્રગ્સ અને અન્ય પાંચ કેસની તપાસ કરશે. આ એક વહીવટી નિર્ણય છે. આ સમાચાર પર મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB અધિકારી સમીર વાનખેડેએ કહ્યું છે કે તેમને તપાસમાંથી હટાવવામાં આવ્યા નથી.

    NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું- 'મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નથી. કોર્ટમાં મારી રિટ પિટિશન એવી હતી કે આ બાબતની તપાસ કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા થવી જોઈએ. તેથી મુંબઈ ડ્રગ્સ કેસ અને સમીર ખાન કેસની તપાસ દિલ્હી NCBની SIT કરશે. આ દિલ્હી અને મુંબઈની NCB ટીમો વચ્ચે સંકલન છે.

    નવાબ મલિકની પ્રતિક્રિયા
    મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે વાનખેડેને તપાસમાંથી હટાવવા પર પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું- આ તો માત્ર શરૂઆત છે, સિસ્ટમને સાફ કરવા માટે ઘણું બધું કરવું પડશે, અમે તે કરીશું.

    આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

    'વાનખેડેને તપાસમાંથી હટાવવાનો આદેશ જારી કરાયો છે'
    CNN-News18ને મળેલી માહિતી અનુસાર, NCBના દિલ્હી સૂત્રોનું કહેવું છે કે વાનખેડેને તપાસમાંથી હટાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. NCBના ડાયરેક્ટર જનરલે નિર્ણય કર્યો છે કે અન્ય ચાર હાઈપ્રોફાઈલ કેસ NCB મુંબઈ ઝોનલ યુનિટને બદલે કેન્દ્રીય ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે.

    આ પણ વાંચોઃ-માતાની ક્રૂરતાનો live vieo! બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

    નવાબ મલિકે વાનખેડે પર આરોપો લગાવ્યા છે
    વાનખેડે હાલમાં મુંબઈના ઝોનલ યુનિટના વડા છે. હકીકતમાં એનસીપી નેતા નવાબ મલિકે વાનખેડે પર એક પછી એક અનેક આરોપો લગાવ્યા છે. જેના કારણે વાનખેડે ચર્ચામાં આવી ગયું છે.

    આ પણ વાંચોઃ-Tarot Yearly predictions: ટેરો વાર્ષિક રાશિફળ: કેવું જશે વિક્રમ સંવંત 2078નું આપનું વર્ષ? કયો નંબર રહેશે લકી, કયો કલર ફળશે?

    જોકે, વાનખેડેએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. વાનખેડે સોમવારે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા. આ સિવાય તેઓ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ વિજય સાંપલાને પણ મળ્યા હતા.
    Published by:ankit patel
    First published: