Home /News /national-international /અમેરિકામાં સમલૈંગિક વિવાહ બિલ પાસ; પક્ષમાં પડ્યા 61 મત, બાઈડને કહ્યું-પ્રેમ તો પ્રેમ હોય છે!

અમેરિકામાં સમલૈંગિક વિવાહ બિલ પાસ; પક્ષમાં પડ્યા 61 મત, બાઈડને કહ્યું-પ્રેમ તો પ્રેમ હોય છે!

અમેરિકામાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે

અમેરિકામાં હવે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા મળી ગઈ છે. અમેરિકી સંસદે સમાન સેક્સ મેરેજ બિલને પાસ કરી દીધું છે.

    અમેરિકામાં હવે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા મળી ગઈ છે. અમેરિકી સંસદે સમાન સેક્સ મેરેજ બિલને પાસ કરી દીધું છે. LGBTQ સમાજ માટે એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે. અમેરિકી સેનેટમાંથી બિલ પાસ થતાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ખુશી જાહેર કરી છે.

    બિલ પસાર થવા પર અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, પ્રેમ તો પ્રેમ હોય છે અને અમેરિકાનોને તે વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ, જેને તે પ્રેમ કરે છે. બાઈડને કહ્યું કે, અમેરિકી સેનેટે આજે સમલૈંગિક લગ્ને સન્માન આપીને સાબિત કરી દીધું છે કે, અમેરિકા એક મૌલિક સત્યની પુષ્ટિ કરવાની ચરમ પર છે.

    આ પણ વાંચો: અમેરિકાના વર્જીનિયામાં ખૂની ખેલ ખેલાયો: વૉલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ફાયરિંગથી 10થી વધારે લોકોના મોત

    બિલના પક્ષમાં પડ્યા 61 વોટ


    રાષ્ટ્રપતિ બાઈડેને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ બિલના સમર્થનમાં 61 વોટ પડ્યા છે, જ્યારે 36 લોકોએ આ બિલનો વિરોધ કર્યો છે. હવે આ બિલ પર રાષ્ટ્રપતિની સાઈન થતાં કાયદામાં પરિવર્તન થશે. સેનેટમાં સત્તાપક્ષના નેતા ચક શુભરે બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, LGBTQ અમેરિકનો માટે વધારે ન્યાય માટે એક મહત્વનું પગલું છે.

    આપને જણાવી દઈએ કે, સમલૈંગિકતા અમેરિકામાં દાયકાઓથી મોટો મુદ્દો રહ્યો છે. 2015માં અમેરિકી સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સમાજને માન્યતા આપી હતી. તો વળી જૂનમાં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ગર્ભપાતને કાયદાકીય રીતે મંજૂરી આપનારા 5 દાયકા જૂના નિર્ણયને ફરેવી તોળ્યો હતો. આ ઘટનાથી LGBTQ સમાજ ડરી ગયો હતો. પ્રગતિવાદીઓને ડર હતો કે, સમાન લિંગ વિવાહ પણ ખતરામાં આવી શકે છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: LGBTQ, United states of america

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन