Home /News /national-international /વેસ્ટર્ન કલ્ચરને પ્રોત્સાહન, એઇડ્સના રોગીઓમાં વધારો... 21 પૂર્વ જજોએ સમલૈંગિક વિવાહનો કેમ વિરોધ કર્યો?

વેસ્ટર્ન કલ્ચરને પ્રોત્સાહન, એઇડ્સના રોગીઓમાં વધારો... 21 પૂર્વ જજોએ સમલૈંગિક વિવાહનો કેમ વિરોધ કર્યો?

ફાઇલ તસવીર

Same Sex Marriage: સુપ્રીમ કોર્ટે 18મી એપ્રિલે આ મામલે સુનાવણી કરવાની જાહેરાત કરી છે. સમલૈંગિક વિવાહના કાયદાને માન્યતા આપવાની અરજીઓ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સામે વિરોધ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, તે (સમલૈંગિક લગ્નને માન્યતા આપવી) પર્સનલ લો અને સ્વીકૃત સામાજિક મૂલ્યો વચ્ચે નાજુક સંતુલનના ‘પૂર્ણ વિનાશ’નું કારણ બનશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ સમલૈંગિક લગ્નનો વિરોધ કરતા અલગ-અલગ હાઇકોર્ટના પૂર્વ જજોએ કહ્યુ કે, પશ્ચિમી સભ્યતાની અસરથી કેટલાક સમૂહ હજારો વર્ષ જૂની સામાજિક વ્યવસ્થાને નષ્ટ કરવા માગે છે. તે લોકોનું માનવું છે કે, સમલૈંગિક લગ્નને માન્યતા આપવાથી ભારતીય સમાજ પર વિપરીત અસર થશે. 21 પૂર્વ જજોએ સમલૈંગિક લગ્ન વ્યવસ્થાને આઝાદ ભારતની સંસ્કૃતિ પર પાશ્ચાત્ય સભ્યતાને થોપવાના પ્રયત્ન ગણાવ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, ‘પશ્ચિમી દેશોમાં કેન્સરની તરીકે ફેલાયેલા સમલૈંગિક લગ્નને ‘પસંદગીના અધિકારની સ્વતંત્રતા’ના નામે ભારતના કોર્ટનો દુરુપયોગ કરીને અહીંથી આયાત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમેરિકા જેવા દેશમાં 2019-20માં એચઆઈવી એઇડ્સના જે કેસ સામે આવ્યા, તેમાં 70 ટકા સમલૈંગિક પુરુષોમાં હતા. વ્યક્તિગત સ્વતંત્રતાના નામ પર સમલૈંગિક લગ્નના કાયદાને માન્યતા આપવાથી એચઆઈવી એઇડ્સના રોગીઓમાં પણ વધારો થશે.’

 પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

પૂર્વ જજોએ આગળ કહ્યુ કે, ‘અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, સમલૈંગિક જોડીઓ દ્વારા દત્તક લેવાયેલા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. સમલૈંગિક લગ્નને માન્યતા આપ્યા પછી હાલના દત્તક લેવાના અને ઉત્તરાધિકારી સાથે જોડાયેલા પર્સનલ કાયદાની પરિભાષા જ બદલાઈ જશે.’


24 માર્ચના પત્ર પર હસ્તાક્ષર કરનારા 21 ભૂતપૂર્વ ન્યાયાધીશોના નામ છે:


1. એસએન ઝા, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, રાજસ્થાન હાઈકોર્ટ
2. એમએમ કુમાર, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ
3. એસએમ સોની, ભૂતપૂર્વ ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ અને લોકાયુક્ત ગુજરાત
4. નરેન્દ્ર કુમાર, ભૂતપૂર્વ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ, રાજસ્થાન હાઈકોર્ટ
5. એસ.એન. ઢીંગરા, ભૂતપૂર્વ ન્યાયાધીશ, દિલ્હી હાઈકોર્ટ
6. બી. શિવશંકર રાવ, ભૂતપૂર્વ ન્યાયાધીશ
7. તેલંગાણા હાઈકોર્ટના જજ, રાજસ્થાન હાઈકોર્ટ
8. કે.કે.ત્રિવેદી, પૂર્વ જજ, મધ્યપ્રદેશ હાઈકોર્ટ
9. ડી.કે. પાલીવાલ, પૂર્વ જજ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટ
10. પ્રત્યુષ કુમાર, પૂર્વ જજ, અલ્હાબાદ હાઈકોર્ટ
11. રમેશ કુમાર મેરુથિયા, ભૂતપૂર્વ જજ, ઝારખંડ હાઈકોર્ટ
12. કર્મચંદ પુરી, ભૂતપૂર્વ જજ, હરિયાણા પંજાબ હાઈકોર્ટ
13. રાજ રાહુલ ગર્ગ, ભૂતપૂર્વ જજ, હરિયાણા પંજાબ હાઈકોર્ટ
14. રાકેશ સક્સેના, ભૂતપૂર્વ જજ, મધ્યપ્રદેશ હાઈકોર્ટ
15. બી.કે.દુબે, પૂર્વ જજ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટ
16. એમસી ગર્ગ, ભૂતપૂર્વ જજ, દિલ્હી હાઈકોર્ટ
17. રાજેશ કુમાર, ભૂતપૂર્વ જજ, અલ્હાબાદ હાઈકોર્ટ
18. સુનીલ હાલી, ભૂતપૂર્વ જજ, અલ્હાબાદ હાઈકોર્ટ
19. રાજીવ લોચન, ભૂતપૂર્વ ન્યાયાધીશ, અલ્હાબાદ હાઈકોર્ટ
20. પી.એન. રવિેન્દ્રન, ભૂતપૂર્વ ન્યાયાધીશ, કેરળ હાઈકોર્ટ
21. લોકપાલ સિંહ, ભૂતપૂર્વ ન્યાયાધીશ, ઉત્તરાખંડ હાઈકોર્ટ

બંધારણીય બેન્ચ નિર્ણય લેશે


સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાની વિનંતી કરતી અરજીઓ પાંચ જજોની બંધારણીય બેન્ચને મોકલી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કહ્યું હતું કે, આ મુદ્દો એક તરફ બંધારણીય અધિકારો અને બીજી તરફ સ્પેશિયલ મેરેજ એક્ટ સહિત વિશેષ કાયદાકીય કાયદાઓ સાથે સંબંધિત છે, જે એકબીજા પર અસર કરે છે.

કેન્દ્ર સમલૈંગિક લગ્નનો વિરોધ કરે છે


સુપ્રીમ કોર્ટે આ મામલે 18 એપ્રિલે સુનાવણી કરવાની જાહેરાત કરી છે. સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની વિનંતી કરતી સુપ્રીમ કોર્ટની અરજીઓનો કેન્દ્રએ વિરોધ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ (સમલૈંગિક લગ્નની માન્યતા) વ્યક્તિગત કાયદા અને સ્વીકૃત સામાજિક મૂલ્યો વચ્ચેના નાજુક સંતુલનને 'સંપૂર્ણ વિનાશ' તરફ દોરી જશે.
First published:

Tags: Same sex marriage, Supreme Court, Supreme Court of India

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો