Home /News /national-international /કરણી સેના અને ભીમ સેનાના પ્રદર્શનમાં દેખાયો એક જ માણસ, તસવીર વાયરલ

કરણી સેના અને ભીમ સેનાના પ્રદર્શનમાં દેખાયો એક જ માણસ, તસવીર વાયરલ

એસસી-એસટી એક્ટમાં સંશોધન સામે ભારત બંધ ઘણું હિંસક બન્યું હતું. આ દરમિયાન દેશના 12 રાજ્યોમાં હિંસક ઘટનાઓ ભડકી અને ઘણાં લોકોની મોત થઇ ગઇ. આ દરમિયાન એક પ્રદર્શનકારીની ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ ફોટામાં એક જ વ્યક્તિ કરણી સેના અને ભીમ આંદોલન બંન્નેમાં દેખાઇ રહ્યો છે.

એક ટ્વિટર યૂઝરે આ વ્યક્તિની ફોટો શેર કરતા આને કોંગ્રસનું ષડયંત્ર જણાવ્યું છે. આ વ્યક્તિને કોંગ્રેસે ભાડે લીધો છે તેવું જણાવવામાં આવ્યું છે. કરણી સેના પ્રોટેસ્ટમાં આ વ્યક્તિના માથા પર તિલક અને હાથમાં તલવાર છે જ્યારે ભીમ આંદોલનમાં તેના માથા પર ભૂરી પટ્ટી બાંધી છે.



તમને જણાવી દઇએ કે એસસી-એસટી એક્ટને કારણે સુપ્રીમ કોર્ટે જે બદલાવ કરવામાં આવ્યાં છે તેના કારણે આખા દેશમાં આક્રોશ ભડકેલો છે. હજારો દલિત સંગઠન રસ્તાઓ પર ઉતરીને સુપ્રીમ કોર્ટ પાસે પોતાનો નિર્ણય પાછો લેવાની માગ કરી રહ્યાં છે. જો કે આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પુનવિચાર અરજીની દસ દિવસ પછી સુનાવણી કરવા માટે સુચ્ચિબદ્ધ કરવા માટે મહારાષ્ટ્ર અને બીજા પક્ષોને કહ્યું છે કે તેઓ આ દરમિયાન પોતાની લેખિત દલીલો દાખલ કરે.
First published:

Tags: Bhim Sena, Karni sena

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો