24 કલાકમાં 3 કોંગી નેતાઓએ હિન્દુ ધર્મ પર આપ્યું વિવાદિત નિવેદન, આ તેમની આદત: BJP

ભાજપ પ્રવક્તા સંબિતપાત્રાની ફાઈલ તસવીર

Sambit patra slams Rahul Gandhi on hindutva remark: બીજેપી નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવારને હિન્દુત્વને ટાર્ગેટ કરવાની આદત પડી ગઈ છે. ભગવા આતંકવાદ અને હિન્દૂ તાલિબાન જેવા શબ્દો કોંગ્રેસના નેતાઓએ આપ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi)એ હિન્દુ અને હિન્દુત્વ વાળા નિવેદનને લઈને બીજેપીએ પલટવાર કર્યો છે. પાર્ટીના પ્રવક્ત સંબિત પાત્રા (Sambit Patra)એ કહ્યું કે આ કોગ્રેસની આદત છે, ગાંધી પરિવારને જ્યારે મૌકો મળે છે ત્યારે તે હિન્દુત્વના મુદ્દે નિવેદનો આપવાનું શરૂ કરે છે. પત્રકારો સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે 24 કલાકની અંદર કોંગ્રેસના 3 મોટા નેતાઓએ હિન્દુ ધર્મને લઈને વિવાદિત નિવેદનો આપ્યા છે. જેમાં પહેલા સલમાન ખુર્શીદ, બીજા રાશિદ અલ્વી અને ત્રીજા પાર્ટીના મહત્વપૂર્ણ નેતા રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ અને હિન્દુત્વ પર નિવેદનો આપ્યા હતા. આ કોંગ્રેસની જૂની આદત છે ગાંધી પરિવારને જ્યારે પણ મૌકો મળે છે ત્યાં તે હિન્દુત્વના મુદ્દે હુમલો કરે છે.

  રાહુલ ગાંધી વોટ માટે મંદિરમાં જાય છે

  સંબિત પાત્રાએ કહ્યું કે, "અગાઉ 17 ડિસેમ્બર 2010ના રોજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતને આતંકવાદ કરતાં હિન્દુત્વની વિચારધારાથી વધુ ખતરો છે. 25 ઓગસ્ટ 2010ના રોજ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પ્રથમ વખત ભગવા આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણી પહેલા રાહુલ ગાંધી મંદિરમાં માત્ર મત માંગવા જાય છે. તેઓ વોટ બેંકની રાજનીતિ કરે છે."

  કોંગ્રેસ પર પ્રહાર કરતા સંબિત પાત્રાએ કહ્યું, “સલમાન ખુર્શીદ હિન્દુત્વની તુલના ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરે છે. બીજી તરફ શશિ થરૂરે હિંદુ તાલિબાનને સંયોગ નહીં પણ પ્રયોગ ગણાવ્યો છે.

  આ પણ વાંચો: ‘સૌથી મહત્વપૂર્ણ દેશ’ ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે તાલિબાન, NSA બેઠક અંગે આવું કહ્યું

  વઘુમાં તેમણે કહ્યું કે, ખરા અર્થમાં હિન્દુત્વને લઈને સલમાન ખુર્શીદ કે, શશિ થરૂરના વિવાદાસ્પદ નિવેદનો સંયોગ નથી પરંતુ એક પ્રયોગ છે અને આ પ્રયોગશાળાના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધી ઉપરાંત સલમાન ખુર્શીદ, શશિ થરૂર, દિગ્વિજય સિંહ અને મણિશંકર ઐયર જેવા નેતાઓ પણ હિન્દુત્વ અને હિન્દુત્વ વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે.

  આ પણ વાંચો: tana-riri mahotsavમાં 112 ભૂંગળ કલાકારોએ 05 મિનિટ સમુહ વાદન કરી નવો કિર્તીમાન સ્થાપ્યો

  મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે, હિંદુ અને હિંદુત્વ બે અલગ અલગ વિચારો છે. તેમણે પૂછ્યું કે, શું શીખ કે મુસ્લિમને મારવા એ હિન્દુત્વ છે? ત્યારે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે, ગયા અઠવાડિયે અયોધ્યા ચુકાદા પર પ્રકાશિત તેમના પુસ્તકમાં, હિંદુત્વની તુલના ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી હતી.
  Published by:kuldipsinh barot
  First published: