Home /News /national-international /

બિહારના શરાબ માફિયાની ફિલ્મ જેવી કહાની, શાકભાજી વેચનાર રાતોરાત બની ગયો millionaire

બિહારના શરાબ માફિયાની ફિલ્મ જેવી કહાની, શાકભાજી વેચનાર રાતોરાત બની ગયો millionaire

શરાબ માફિયાની ફિલ્મ જેવી કહાની.

Crime news: સમર ઘોષ ઐય્યાશ માણસ હતો. શરાબનો બિઝનેસ કરીને રાતોરાત કરોડપતિ બનેલ સમર ઘોષ હંમેશા તેના સાથીઓને પાર્ટી આપતો હતો.

    6 જાન્યુઆરીના રોજ પૂર્ણિયા પોલીસ અને પટનાના મધ્ય નિષેધ વિભાગે સંયુક્ત કાર્યવાહીમાં શરાબના માફિયા સમર ઘોષની ઘરપકડ કરી હતી. સમર ઘોષ નકલી શરાબનું નિર્માણ કરીને અને તેનો સપ્લાય કરીને થોડાક જ દિવસમાં કરોડપતિ બની ગયો હતો. પૂર્ણિયાની નજીક આવેલા પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં તેનું મોટું સિન્ડિકેટ ચાલતું હતું. દિનાજપુરમાં નકલી શરાબનું નિર્માણ કરીને બિહારના અનેક જિલ્લાઓમાં મોટી માત્રામાં નકલી અને વિદેશી શરાબનું સપ્લાય કરતો હતો.

    પૂર્ણિયા સહિત અનેક જિલ્લાઓમાં મોકલવામાં આવેલ નકલી શરાબના અનેક ટ્રક ઝડપાયા હતા. અનેક પોલીસ સ્ટેશનમાં સમર ઘોષની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમ છતાં સમર ઘોષની ધરપકડ થઈ શકી નહોતી. પૂર્ણિયાના સદર પોલીસ સ્ટેશન અને મધ્ય નિષેધ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને શરાબ માફિયા સમર ઘોષ અને મુઝફ્ફરપુરના શરાબ માફિયા લાલબાબૂ રાયની ધરપકડ કરી છે.

    પૂર્ણિયાના એસપી દયાશંકરે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, સમર ઘોષની પૂછપરછ કરતા પોલીસને અનેક મહત્વના પુરાવા મળ્યા છે. પોલીસ તેના સાથીઓ અને શરાબ માફિયાઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી રહી છે. ખૂબ જ થોડા સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. એસપીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે પટનાના મધ્ય નિષેધ વિભાગના સહયોગથી અનેક શરાબ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુર્શીદ, વિશ્વજીત સરકાર, કલામ અને સમર ઘોષ જેવા શરાબ માફિયાઓ શામેલ છે.

    માનવામાં આવે છે કે, સમર ઘોષ ઐય્યાશ માણસ હતો. શરાબનો બિઝનેસ કરીને રાતોરાત કરોડપતિ બનેલ સમર ઘોષ હંમેશા તેના સાથીઓને પાર્ટી આપતો હતો. આ પાર્ટી દરમિયાન પોલીસે સમર ઘોષની ધરપકડ કરી છે. તે વિદેશ પ્રવાસે પણ જતો હતો. પૂર્ણિયાના એસપી દયા શંકરે જાણકારી આપી છે કે, સ્પેશિયલ ટીમ સતત શરાબના બિઝનેસ પર નજર રાખી રહી છે.

    આ પણ વાંચો - Rajkot double murder: રાજકોટમાં જમીનના ઝઘડામાં ભાઇઓએ જ મળીને કરી ભાઇ અને નાનકડા ભત્રીજાની હત્યા

    બંગાળથી અડીને આવેલ હોવાના કારણે પૂર્ણિયાના દાલકોલા ચેક પોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દાલકોલા ચેક પોસ્ટની સાથે સાથે સાત જગ્યાઓ પર પોલીસની સ્પેશિયલ ટીમ સતત 24 કલાક નજર રાખી રહી છે. બંગાળથી નદીના રસ્તે થઈને પૂર્ણિયામાં પણ શરાબની તસ્કરી કરવામાં આવે છે. તસ્કરીને રોકવા માટે સ્પેશિયલ ટીમે દરોડા પાડીને અનેક તસ્કરીઓને જેલભેગા કર્યા છે. SP એ વધુ માહિતી આપતા જણાવ્યું કે, શરાબની તસ્કરી રોકવા માટે દાલકોલા ચેક પોસ્ટ પર સ્કેનર લગાવવામાં આવશે.

    આ પણ વાંચો - વલસાડમાં દારૂની થાય છે બિન્દાસ હેરાફેરી? ઝોમેટાના ડિલીવરી બોયની સતર્કતાથી બે ઝડપાયા, Video viral

    આસામ, પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તરના રાજ્યોનો રસ્તો NH 31 થી થઈને પૂર્ણિયા અને બિહાર આવવાનો રસ્તો દાલકોલા ચેકપોસ્ટ થઈને પસાર થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં મધ્ય નિષેધ વિભાગના અપર મુખ્ય સચિવ કે.કે.પાઠક દાલકોલા ચેક પોસ્ટ પર નિરીક્ષણ કરી રહ્યા હતા. આ સ્થળ પર થોડા સમયમાં સ્કેનર લગાવવામાં આવશે. જેનાથી શરાબ સહિત અન્ય માદક પદાર્થોની તસ્કરી પર અંકુશ મુકવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bihar News, ક્રાઇમ, દેશવિદેશ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन