અખિલેશ આઝમગઢથી ચૂંટણી લડશે, સ્ટાર પ્રચારકોમાં મુલાયમનું નામ નહીં

News18 Gujarati
Updated: March 24, 2019, 3:46 PM IST
અખિલેશ આઝમગઢથી ચૂંટણી લડશે, સ્ટાર પ્રચારકોમાં મુલાયમનું નામ નહીં
મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)

સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુલાયમ સિંહનું નામ સામેલ નથી કરવામાં આવ્યું

  • Share this:
ઉત્તર પ્રદેશમાં જે નામને લઈને રાહ જોવાઈ રહી હતી તેની રવિવારે જાહેરાત થઈ છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાની સીટની જાહેરાત કરી દીધી છે. અખિલેશ યાદવ પોતાના પિતાનો વારસો સંભાળતા આઝમગઢ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટીએ વધુ એક મોટો નિર્ણય લેતા કદ્દાવર નેતા તથા સિટિંગ ધારાસભ્ય આઝમ ખાનને રામપુર સીટથી ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આ સાથે સપાએ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની પણ યાદી જાહેર કરી છે.

અખિલેશ યાદવે યાદવોના સૌથી મોટા ગઢ આઝમગઢની જ પસંદગી કરી છે. આ સીટ ઉપરથી તેમના પિતા મુલાયમસિંહ યાદવે 2014માં ચૂંટણી જીતી હતી. હવે મુલાયમસિંહ મૈનપુરથી લડી રહ્યા છે, એવામાં અખિલેશે આઝમગઢ સીટથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો, દક્ષિણ બેંગ્લુરૂની સીટથી ચૂંટણી લડશે PM મોદી? કોંગ્રેસની યાદીથી ચર્ચામાં ગરમાવોસપાના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ આઝમ ખાન, જયા બચ્ચન, ડિમ્પલ યાદવ, રાજેન્દ્ર ચૌધરી, રામગોવિંદ ચૌધરી, અહમદ હસન, જાવેદ અલી ખાન, વિશંભરપ્રસાદ નિષાદ, સુરેન્દ્ર નાગર, તેજપ્રતાપ યાદવ, નેરશ ઉત્તમ પટેલ, મૌલાના યાસીન અલી ઉસ્માની, મનોજ પારસ, મહબૂબ અલી અને શાહિદ મંજૂરને પણ લોકસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. પરંતુ સપા સંરક્ષક મુલાયમસિંહ યાદવનું નામ તેમાં સામેલ નથી.

આ પણ વાંચો, કોંગ્રેસ છોડવાના મૂડમાં અશોક ચવ્હાણ? ઓડિયો ક્લિપ વાયરલ
First published: March 24, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading