Home /News /national-international /

આઝમ ખાનના MLA પુત્રની અટકાયત, પોલીસ તપાસમાં રુકવાટ ઉભી કરવાનો આરોપ

આઝમ ખાનના MLA પુત્રની અટકાયત, પોલીસ તપાસમાં રુકવાટ ઉભી કરવાનો આરોપ

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમની પોલીસ કાર્યવાહીમાં રુકાવટ ઉભી કરવાના આરોપસર અટકાયત કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમની પોલીસ કાર્યવાહીમાં રુકાવટ ઉભી કરવાના આરોપસર અટકાયત કરવામાં આવી છે.

    સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમની પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરવાના આરોપસર અટકાયત કરવામાં આવી છે. મદરેસા આલિયાથી ચોરી થયેલા પુસ્તકો મામલે આજે બીજા દિવસે પણ પોલીસે જૌહર યુનિવર્સિટીમાં દરોડાં કર્યા હતા. આ દરમિયાન પોલીસની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાના આરોપમાં પોલીસે તેની અટકાયત કરી હતી અને તેની સાથે લઈ ગઈ હતી. હાલ પોલીસની ટીમ જૌહર યુનિવર્સિટી ખાતે હાજર છે.

    અબ્દુલ્લા આઝમ સ્વારથી ધારાસભ્ય છે. એસ.પી. ડો. અજય પાલે જણાવ્યું કે ફરજમાં રુકાવટના આરોપમાં તેની અટકાયત કરવામાં આવી છે. હાલ તેને ક્યાં લઈ જવામાં આવ્યો છે તેની કોઈ જાણકારી નથી. નોંધનીય છે કે પોલીસને ગઈકાલે જૌહર યુનિવર્સિટીમાંથી ચોરી થયેલાં 2000 પુસ્તકો મળ્યાં હતાં.

    આ પણ વાંચો : BJP સાંસદે સિદ્ધુ અને આઝમ ખાનને કહ્યાં અપશબ્દો, ગણાવ્યા અસભ્ય માણસ

    અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ પહેલા પણ ઉત્તર પ્રદેશમાં છેતરપિંડીની કેસ નોંધાયેલો છે. પૂર્વ મંત્રીના પુત્રની અરજી બાદ તેમની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. અબ્દુલ્લા આઝમનો પાસપોર્ટ જપ્ત કરવાની માંગણી કરવામાં આવી છે.

    નોંધનીય છે કે તાજેતરમાં જ ભૂ-માફિયા જાહેર કરવામાં આવ્યા બાદ આઝમ ખાનને અનેક ઝટકા લાગ્યા છે. તેમની સામે જમીનમાં દબાણ કરવાના 27 કેસ દાખલ છે. બીજી તરફ રામપુર જિલ્લા તંત્રએ જૌહર ટ્રસ્ટને લીઝ પર આપેલા બે બિલ્ડિંગો મદરેસા આલિયા અને દારુલ અવામના ભાડાપટ્ટાને ખતમ કરવાની ભલામણ તંત્રને કરી છે.

    જેના બાદમાં બીજેપીના મહિલા સાંસદ પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે પણ આઝમ ખાન સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. વિવાદિત ટિપ્પણી બાદ આઝમ ખાને સંસદમાં માફી માંગવી પડી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Abdullah Azam Khan, SP, આઝમ ખાન, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन