મુલાયમ સિંહ યાદવે લગાવી Coronaની વેક્સીન, પુત્ર અખિલેશે ગણાવી હતી ‘બીજેપીની વેક્સીન’

મુલાયમ સિંહ યાદવે લગાવી Coronaની વેક્સીન

જાન્યુઆરીમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે હું બીજેપીની વેક્સીન પર કેવી રીતે વિશ્વાસ કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને મફતમાં વેક્સીન લાગશે, અમે બીજેપીની વેક્સીન લગાવી શકીએ નહીં

 • Share this:
  લખનઉ : દેશમાં કોરોના સંક્રમણથી (COVID-19)બચાવવા માટે દેશમાં બનેલી વેક્સીનને બીજેપીની વેક્સીન બતાવીને ખુલ્લો વિરોધ કરનાર સમાજવાદી પાર્ટીના મુખીયા અખિલેશ યાદવે ભલે અત્યાર સુધી વેક્સીન ના લગાવી હોય પણ સોમવારે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે (Mulayam Singh Yadav) કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે. આ પહેલા મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવે લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ દરમિયાન દેશમાં બનેલી વેક્સીનની જોરદાર પ્રશંસા કરી હતી અને અન્ય લોકોને વેક્સીન લગાવીને કોરોનાને હરાવવાની અપીલ કરી છે.

  આ વર્ષે જાન્યુઆરીમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે હું બીજેપીની વેક્સીન પર કેવી રીતે વિશ્વાસ કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને મફતમાં વેક્સીન લાગશે, અમે બીજેપીની વેક્સીન લગાવી શકીએ નહીં. આ નિવેદન પછી ઘણો હંગામો થયો હતો. જોકે કોરોનાની બીજી લહેર પછી અખિલેશ યાદવે સૂર બદલતા બધા લોકોને ફ્રી માં વેક્સીન લગાવવાની વકાલત કરવા લાગ્યા હતા.

  આ પણ વાંચો - કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ

  હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે યોગી સરકાર દ્વારા યુદ્ધ સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે પ્રદેશમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ સાથે વેક્સીનેશનનું પણ એક મોટા સ્તરે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: