Home /News /national-international /સામ પિત્રોડા પર જેટલીનો વાર: 'ગુરુ આવો છે તો શિષ્ય કેવો નઠારો નીવડશે?'

સામ પિત્રોડા પર જેટલીનો વાર: 'ગુરુ આવો છે તો શિષ્ય કેવો નઠારો નીવડશે?'

રાહુલ ગાંધી અને અરૂણ જેટલી (ફાઇલ ફોટો)

અરૂણ જેટલીએ પિત્રોડાના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે તેનાથી પાકિસ્તાનને જ ફાયદો થશે

    કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ શુક્રવારે પોતાના એક નિવેદનથી રાજકીય વિવાદ ઊભો કરી દીધો છે. રાહુલ ગાંધીના નિકટતમ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઈને કહ્યું કે માત્ર 8-10 આતંકવાદીઓની ભૂલ માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ન ગણી શકાય. પિત્રોડાના આ નિવેદન પર બીજેપી તરફથી સખત પ્રતિક્રિયા આવી. આ નિવેદનને લઈ નાણા મંત્રી અરુણ જેટલીએ પણ કોંગ્રેસ પણ નિશાન સાધ્યું.

    પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના બીજેપીમાં સામેલ થવાને લઈ બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જેટલીએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. તેઓએ કહ્યું કે, સામ પિત્રોડાએ આજે આપેલા નિવેદનનો અર્થ છે કે અમે જે કર્યું તે ખોટું હતું. જ્યારે પાકિસ્તાન સિવાય દુનિયાના કોઈ પણ દેશે આ વાત નથી કરી. જેટલીએ પિત્રોડાના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.

    જેટલીએ કહ્યું કે, જો ગુરુ આવો છે તો શિષ્ટ કેટલો નકામો નીકળશે, આ દેશને ભોગવવું પડી રહ્યું છે.

    આ પણ વાંચો, સામ પિત્રોડાએ કહ્યુ- પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ગણવું યોગ્ય નથી

    નોંધનીય છે કે, સામ પિત્રોડાના નિવેદનને લઈને વડાપ્રધાન મોદીએ પણ કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ ટ્વિટ દ્વારા કહ્યું કે, સામ પિત્રોડાએ સેનાનું અપમાન કર્યું, 130 કરોડ લોકો કોંગ્રેસને માફ નહીં કરે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ વિપક્ષના આ પ્રકારનના નિવેદન પર સવાલ ઉઠાવે. પીએમ મોદીએ સામ પિત્રોડાને કોંગ્રેસના દરબારી કહ્યા. તેઓએ કહ્યું કે દેશ સેનાની સાથે હંમેશા ઊભો છે.

    આ પણ વાંચો, સામ પિત્રોડા પર વરસ્યા પીએમ મોદી: દેશ ક્યારેય વિપક્ષને માફી નહીં કરે

    બીજી તરફ, પિત્રોડાના નિવેદનને કોંગ્રેસની અંદર પણ સમર્થન નથી મળી રહ્યું. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દીકરા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે તેમના નિવેદનને ખોટું કહેતા કહ્યું કે પિત્રોડા કોઈ રક્ષા એક્સપર્ટ નથી, તેમને કોઈ મુશ્કેલી છે તો પોતાની મુશ્કેલી પોતાની પાસે રાખે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Sam Pitroda, અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन