જાણો કોણ છે સામ પિત્રોડા, પુલવામા પર જેમના નિવેદનથી ઊભો થયો વિવાદ

News18 Gujarati
Updated: March 22, 2019, 4:01 PM IST
જાણો કોણ છે સામ પિત્રોડા, પુલવામા પર જેમના નિવેદનથી ઊભો થયો વિવાદ
રાહુલ ગાંધી અને સામ પિત્રોડા (ફાઇલ ફોટો)

રાજીવ ગાંધીની ટેકનિકલ મિશનના સલાહકાર પણ રહી ચૂક્યા છે સામ પિત્રોડા, જાણો તેમની સમગ્ર કહાણી

  • Share this:
પુલવામા હુમલામાં 8 લોકો સામેલ હતા ન કે પાકિસ્તાન આ નિવેદન હાલમાં સામ પિત્રોડાએ આપ્યું છે. પિત્રોડા યૂપીએ-1 અને યૂપીએ-2માં અનેક મહત્વપૂર્ણ સરકારી પદો પર રહ્યા. પિત્રોડાના આ નિવેદન બાદ બીજેપીના સિનિયર નેતા અરુણ જેટલીએ કહ્યું કે જ્યારે સમગ્ર દુનિયા ભારતની સાથે છે ત્યારે આ નિવેદન ખૂબ જ શરમજનક છે, કારણ કે તે એક રાજકીય પાર્ટીના મહત્વપૂર્ણ વ્યક્તિ પૈકીના એક છે.

રાજીવ ગાંધીના નિકટતમ


સામ પિત્રોડા રાજીવ ગાંધીની ખૂબ જ નિકટતમ માનવામાં આવતા હતા. કોંગ્રેસમાં આજે પણ તેમનું ખૂબ જ મહત્વ છે. તેમને 2017માં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. એવામાં પુલવામા હુમલાને લઈને સામ પિત્રોડાના બહાને ફરી એકવાર કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે.

આ પણ વાંચો, પુલવામા હુમલા માટે આખા પાક.ને જવાબદાર ગણવું અયોગ્ય : સામ પિત્રોડા

સામ પિત્રોડા દેશના જાણીતા એન્જિનિયર છે. તેઓએ અનેક આવિષ્કાર પણ કર્યા છે. તેમના વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.ગુજરાતી પરિવારમાંથી આવે છે સામ પિત્રોડા

સત્યનારાયણ ગંગારામ પિત્રોડાનો જન્મ ઓડિશાના ટિટલાગઢ શહેરમાં 4 મે 1942ના રોજ થયો હતો. તેઓ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેઓ સાત ભાઈ બહેનોમાં ત્રીજા નંબરે છે.


એવું કહેવાય છે કે તેમનો સમગ્ર પરિવાર આઝાદીના આંદોલનના સમયે મહાત્મા ગાંધીથી ખૂબ જ પ્રેરિત હતો. પિત્રોડાએ પોતાના ભાઈની સાથે ગાંધી દર્શનનો અલગથી અભ્યાસ કર્યો છે. શરૂઆતનો અભ્યાસ અનેક સ્થળે કર્યા બાદ પિત્રોડાએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી ફિઝિક્સ અને ઇલેક્ટોનિક્સમાં પોસ્ટગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ કરવા અમેરિકા ચાલ્યા ગયા. ત્યાં શિકાગો ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો.

આ પણ વાંચો, '130 કરોડ લોકો માફ નહીં કરે,' મોદીએ પિત્રોડાના નિવેદનને ગણાવ્યું શરમજનક

શિકાગોમાં અભ્યાસ કર્યા બાદ સામ પિત્રોડાએ ત્યાંથી અનેક પ્રકારના ટેલીકોમ્યુનિકેશન વિષયો પર શોધ શરૂ કરી દીધા. ત્યારબાદ શિકોગાની જ જાણીતી સંસ્થાન જીટીઈમાં કામ કરવાની શરૂઆત કરી. વર્ષ 1974માં જ્યારે તેઓએ વેસકોમમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમનો પ્રભાવ દુનિયાભરમાં વધવા લાગ્યો. જ્યારે 1980માં વેસકોમના વાઇસ પ્રેસિડન્ટ બન્યા તો ભારત સહિત સમગ્ર દુનિયામાં તેમના વિકાસ અને પ્રતિમાની નામના વધી.

રહી ચૂક્યા છે રાજીવ ગાંધીના ખૂબ જ નિકટતમ

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ટેકનિકલ ક્ષેત્રમાં ખૂબ જ રસ હતો. એવામાં જ્યારે રાજીવ દેશના વડાપ્રધાન બન્યા તો તેઓએ સામ પિત્રોડાને દેશમાં ટેકનિકલના વિકાસ માટે મહત્વપૂર્ણ પદ સોંપ્યું. મળતી માહિતી મુજબ, લગભગ એક દાયકા સુધી બંનેના સંબંધ ખૂબ જ ગાઢ રહ્યા. ત્યારે પિત્રોડાએ એક સેન્ટર ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન લોન્ચ કર્યું હતું અને રાજીવ ગાંધીના ટેલિકોમ્યુનિકેશન મિશનના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, સામ પિત્રોડાના નિવેદન પર જેટલીનો વાર: 'જો ગુરુ આવો છે તો શિષ્ય કેવો નઠારો નીવડશે?'

પિત્રોડા નેશનલ ઇનોવેશન કાઉન્સિલના રહી ચૂક્યા છે ચેરમેન

ત્યારબાદ 2005-2009ની વચ્ચે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં તેમને નેશનલ નોલેજ કમીશનના ચેરમેન નિમવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓએ ભારતમાં 27 ક્ષેત્રમાં 300 એવા વિષયો વિશે જણાવ્યું હતું જેની પર ફોકસ કરવું જોઈએ. ત્યારબાદ 2010માં તેમને નેશનલ ઇનોવેશન કાઉન્સિલના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 2013માં તેમને રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર નિયુક્ત કરવામાં આવ્યા હતા.


ટેકનિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રથી ભારતીય રાજકારણમાં તેમના આગમનનો શ્રેય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જાય છે. રાજીવના સંપર્કમાં આવ્યા બાદથી જ સામ પિત્રોડા રાજકારણમાં સક્રિય થયા. પરંતુ તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે સીધી રીતે ન જોડાયા. તેઓ હંમેશા સરકારી પદો પર રહ્યા. પરંતુ 2017માં છેવટે તેમને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેનનું પદ સોંપવામાં આવ્યું.

પાંચથી વધુ એનજીઓ ચલાવે છે સામ પિત્રોડા

હાલમાં સામ પિત્રોડા મુખ્ય રીતે પોતાની પાંચ બિનસરકારી સંગઠન (એનજીઓ) ચલાવે છે. તેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સ-ડિસિપ્લીનેટરી હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ધ ગ્લોબલ નોલેજ ઇનિશિએટિવ, ઇન્ડિા ફૂડ બેંકિંગ નેટવર્ક, પીપલ ફોર ગ્લોબલ ટ્રાન્સર્ફોમેશન અને એક્શન ફોર ઈન્ડિયા છે. આ ઉપરાંત પણ પિત્રોડા અનેક અન્ય એનજીઓ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હાલમાં કોંગ્રેસના જોડાણ ઉપરાંત ટેકનિકલ ક્ષેત્રમાં સમાજસેવી તરીકે કામ કરે છે.
First published: March 22, 2019, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading