પુલવામા હુમલા માટે આખા પાક.ને જવાબદાર ગણવું અયોગ્ય : સામ પિત્રોડા

સામ પિત્રોડા (ફાઇલ ફોટો)

રાહુલ ગાંધીના નિકટતમ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે

 • Share this:
  રાહુલ ગાંધીના નિકટતમ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે. તેઓએ કહ્યું કે મને હુમલા વિશે વધુ માહિતી તો નથી પરંતુ આવું હંમેશા થતું આવ્યું છે. મુંબઈમાં પણ હુમલો થયો હતો. આપણે તે સમયે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના પ્લેન મોકલી શકતા હતા. પરંતુ તે યોગ્ય ન હોત. મારા હિસાબે દુનિયાની સાથે ડીલ કરવા માટે આ યોગ્ય રીત નથી.

  સામ પિત્રોડાના નિવેદનને લઈ વિવાદ ઊભો થઈ ગયો જેમાં પીએમ મોદીએ પણ ટ્વિટરના માધ્યમથી પિત્રોડાના નિવેદનની આકરી ટીકા કરી. પોતાના નિવેદનને લઈને ઊભા થયેલા વિવાદ પર પિત્રોડાએ બચાવ કરતાં કહ્યું કે, હું એક નાગરિક તરીકે જાણવા માંગતો હતો કે શું થયું હતું? હું પાર્ટી તરફથી નહોતો વાત કરતો, માત્ર એક નાગરિક તરીકે બોલતો હતો. મારે તે જાણવાનો અધિકાર છે તેમાં ખોટું શું છે?

  પિત્રોડાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આઠ લોકો આવે છે અને કંઈક કરે છે તો તેના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન)ને દોષી ન ઠેરવી શકો. કેટલાક લોકો અહીં આવ્યા અને તેઓએ હુમલો કર્યો તેના માટે સમગ્ર દેશને જવાબદાર માનવો એ અપરિપક્વ વાત હશે.

  પિત્રોડાના નિવેદન પર બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, સામ પિત્રોડાને શરમ આવવી જોઈએ. એક તરફ તેઓ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી રહ્યા છે અને બીજી તરફ એર સ્ટ્રાઇકને લઈને મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનને આતંકવાદથી અલગ કરવાનો આ ચોંકાવનારો પ્રયાસ છે.

  આ પણ વાંચો, રાફેલ વિવાદ પર માયાવતીનો વાર, કહ્યું- શું દેશને આવા ચોકીદાર જોઈએ?
  Published by:Mrunal Bhojak
  First published: