જોધપુર: બોલિવૂડનાં ટાઇગસ સલમાન ખાનનાં કેસ પર તેનાં કરોડો ચાહકોની નજર છે. આજે સૌની નજર જોધપુર સેશન્સ કોર્ટ પર જ રહેશે. જ્યાં થોડાં જ સમયમાં સલમાન ખાનની જામીન અરજી પર સુનવણી થવાની છે. જોકે સલમાનને જામીન મળવામાં આમ તો કોઇ મુશ્કેલી નહીં આવે તેવી વાત છે અને તે બેલ પર મુક્ત પણ થઇ જશે.
સલમાનને બેલ મળવાનાં મુખ્ય કારણો નીચે મુજબ છે
-સૌથી અહમ કારણ છે કે છેલ્લાં 20 વર્ષોમાં જ્યારે પણ કોર્ટે સુનાવણી માટે બોલાવ્યો ત્યારે સલમાન જાતે હાજર રહ્યો છે. -બીજી વાત કે સમલાને તપાસ એજન્સીઓને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. -ત્રીજુ અહમ કારણ છે મુંબઇ હિટ એન્ડ રન કેસથી ઉંધુ આ કેસમાં મીડિયામાં તેણે કોઇ એલફેલ નિવેદન નથી આપ્યાં. ન તો કોર્ટનાં કોઇ નિર્ણય પર ઉઠાવ્યો છે કે ન તો તેનાં પર કોઇ સવાલ કર્યો છે. -આ કેસમાં સલમાનની સાથે આરોપી રહેલાં અન્ય બોલિવૂડ કલાકાર સૈફ અળી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને મુક્ત કર્યાનો નિર્ણય સલમાનનાં પક્ષમાં જઇ શકે છે. -આ કેસમાં જ આર્મ્સ એક્ટ હેઠળ લાગેલાં આરોપમાં સલમાન પહેલેથી જ મુક્ત કરી દેવાયો છે. -સલમાનને હાઇકોર્ટે તમામ આરોપામાંથી મુક્ત કર્યો હતો. -ગુરૂવારે CJM કોર્ટે સલમાનને સજા સંભળાવી દીધી પણ આ મામલે ઘણાં નવાં સાક્ષી અને પુરવા કોર્ટની સામે નથી આવ્યાં.
ચોકાવનારો ચુકાદો
સલમાનનાં વકીલ આનંદ દેસાઇએ કાલે CJM કોર્ટનાં નિર્ણયને ચોકાવનારો ગણાવ્યો હતો. સલમાનનાં વકિલે ત્યાં સુધી કહી દીધુ હતું કે, CJM કોર્ટનાં નિર્ણયથી એવું લાગે છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સલમાન ખાન એકલો જ હતો. અડધઈ રાત્રે જોધપુરનાં તે રિમોટ વિસ્તારમાં શિકાર માટે ગયો હતો. આપને જણાવી દઇએ કે સલમાન ખાનને જોધપુરની CJM કોર્ટે 20 વર્ષ જુના કાળિયાર કેસમાં દોષિત ઠેરવીને 5 વર્ષી સજા સંભળાવી છે.
જો સેશન્સ કોર્ટ બેલ નહીં આપે તો આગળ શું થશે સલમાન ખાનને જો સેશન્સ કોર્ટથી બેલ ન મળી તો તેનાં વકિલ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ જઇ શકે છે. જોકે આવી સ્થિતિમાં સલમાને જેલમાંથી બહાર આવવા માટે 2-3 દિવસ રાહ જોવી પડશે.
CJM તેમનાં નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે 60 દિવસની મર્યાદા નક્કી કરી છે. કાયદા મુજબ જો સલાનને 3 વર્ષથી ઓછી સજા થઇ હોત તો CJM કોર્ટમાં જ જામીન અરજી દાખલ થતી પણ ત્રણ વર્ષથી વધુની સજા મામલે સલમાનને બેલ માટે જિલ્લા જજની કોર્ટમાં અપીલ કરવી પડે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર