અફઘાનની લેડી ગવર્નર સલીમા માઝરીથી તાલીબાનોને લાગે છે ડર, જાણો સલીમા માઝરીની સેના વિશે

સલીમા માઝરી

Salima Mazari: ચારકિંત જિલ્લાના અડધા ભાગ પર તાલીબાને કબ્જો કરી લીધો છે. માઝરી બાકી રહેલા ભાગને બચાવવા માટે સતત કામ કરી રહી છે. અનેક સ્થાનિક ખેડૂતો અને મજૂરો માઝરીના આ મિશનમાં સામેલ થયા છે.

  • Share this:
કાબુલ: અફઘાનિસ્તાનમાં બંદૂક અને હથિયારોના આધાર પર તાલિબાન (Tabilan) પોતાની ધાક મજબૂત કરી રહ્યું છે. તાલિબાનીઓ અફઘાનિસ્તાનના મહત્વપૂર્ણ પ્રાંત પર કબજો જમાવી રહ્યા છે અને અફઘાન સેના નબળી (Afghanistan army) પડી રહી છે. ત્યારે તાલિબાનીઓને રોકવા માટે એક મહિલા ગર્વનર (Afghan woman governor Salima Mazari) સામે આવી છે. અફઘાનિસ્તાનમાં ખૂનખરાબા કરતા આતંકી સંગઠન સામે લડવા માટે મહિલા ગવર્નર સલીમા માઝરી (Salima Mazari)એ પોતાના વિસ્તારમાં એક સેના બનાવી છે. લોકો પોતાની ઘર સંપત્તિ વેચીને હથિયાર ખરીદી રહ્યા છે અને સલીમા માઝરીની સેનામાં સામેલ થઈ રહ્યા છે.

આ રીતે સેનામાં સામેલ કરી રહી છે લોકોને

સલીમા માઝરી અફઘાનિસ્તાનના ચારકિંત જિલ્લા (Governor of Charkint)ની મહિલા ગવર્નર છે. સલીમા માઝરી કેવી રીતે સતત સેના મજબૂત બનાવી રહી છે, તે જોવા મળી રહ્યું છે. અફઘાનિસ્તાન એક પુરુષ પ્રધાન દેશ છે. માત્ર એક મહિલા ગવર્નર તાલિબાન સામે લડવા માટે પુરુષોની સેના બનાવી રહી છે. પિકઅપની ફ્રન્ટ સીટ પર સલીમા માઝરી મજબૂત ઈરાદા સાથે બેસે છે. સલીમા ઉત્તર અફઘાનિસ્તાનના ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થાય છે અને સેનામાં સ્થાનિક લોકોને સામેલ કરે છે. તેમની ગાડીની છત પર લાઉડસ્પીકર રાખવામાં આવેલું છે અને તેમાં ફેમસ સ્થાનિક ગીતો વાગતા રહે છે. ગાડીમાં ગીત વાગી રહ્યું હતું કે, “મેરે વતન... મેં અપની જિંદગી તુજ પર કુર્બાન કર દૂંગા.” હાલના દિવસોમાં સલીમા સ્થાનિક લોકોને સેનામાં સામેલ થવાનું કહે છે. મે મહિનાની શરૂઆતથી અફઘાનિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં તાલીબાન પોતાની દહેશત ફેલાવી રહ્યું છે.

ચારકિંત પર તાલીબાને હજુ સુધી કબ્જો નથી કર્યો

આ એ સમયની વાત છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાની સૌથી લાંબી લડાઈ ખતમ કરવાનો અને સેના પરત પોતાના દેશ બોલાવવા માટેનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદથી પહાડી અને ઘાટી વિસ્તાર પર તાલીબાનોએ કબ્જો કરી લીધો છે. તાલીબાનોએ અફઘાનના કાબુલ સિવાય મુખ્ય પ્રાંતો પર કબ્જો કરી લીધો છે. ચારકિંત જિલ્લા પર તાલીબાને સંપૂર્ણ રીતે કબ્જો નથી કર્યો. ચારકિંત હંમેશા સાવચેત અને સચેત રહે છે. તાલીબાનના શાસનમાં મહિલાઓ અને છોકરીઓના શિક્ષણ અને નોકરી પર રોક લગાવવામાં આવી હતી. વર્ષ 2001માં તાલીબાનનું શાસન ખતમ થયા બાદ લોકોના વ્યવહારમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે.

તાલીબાનને માઝરી અને તેનો સમુદાય પસંદ નથી

સલીમા માઝરી જણાવે છે, કે તાલીબાન માનવાધિકારનો ભંગ કરે છે અને સામાજિકરૂપે મહિલા નેતાઓને સ્વીકાર કરી શકતા નથી. માઝરી હઝારા સમુદાયમાંથી આવે છે અને તે સમુદાયના મોટાભાગના લોકો શિયા છે. સુન્ની મુસલમાનવાળા તાલીબાન તેમને બિલકુલ પસંદ કરતા નથી. તાલીબાન અને ઈસ્લામિક સ્ટેટની લડાઈના કારણે તેમને સતત નિશાન બનાવવામાં આવે છે. મે મહિનામાં તેમણે અફઘાનિસ્તાનની એક સ્કૂલ પર હુમલો કરીને 80 છોકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બાકી રહેલા હિસ્સાને બચાવવાની લડાઈ

ચારકિંત જિલ્લાના અડધા ભાગ પર તાલીબાને કબ્જો કરી લીધો છે. માઝરી બાકી રહેલા ભાગને બચાવવા માટે સતત કામ કરી રહી છે. અનેક સ્થાનિક ખેડૂતો અને મજૂરો માઝરીના આ મિશનમાં સામેલ થયા છે. માઝરીએ જણાવ્યું કે, “અમારી પાસે બંદૂક નહોતી, પરંતુ લોકોએ તેમની ગાય અને તેમના પશુઓ તથા જમીન વેચીને હથિયાર ખરીદ્યા છે. તેઓને કોઈ પગાર કે કંઈપણ રિવોર્ડ મળતો ન હોવા છતાં, તેઓ સતત આ મોરચા પર તૈનાત છે.” પોલીસ જિલ્લાના પ્રમુખ સૈયદ નજીર જણાવે છે કે, સ્થાનિક લોકો પ્રતિરોધ કરતા હોવાના કારણે જ તાલીબાન આ વિસ્તાર પર કબ્જો કરી શક્યું નથી. માઝરીએ અત્યારસુધી તેની સેનામાં 600 લોકોની ભરતી કરી છે, જે લડાઈ દરમિયાન સેના અને સુરક્ષા બળની જગ્યા લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Talibanનો મોટો દાવો- અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કર્યો કબજો

તાલીબાનનો આતંક

ચારકિંતમાં ગ્રામીણ લોકો હજુ સુધી તાલીબાનના આતંકમાંથી બહાર નથી આવી શક્યા. ગવર્નર માઝરીએ જણાવ્યું- જો તેઓ આ લડાઈ અધૂરી મુકશે તો ત્યારબાદ કોઈપણ મહિલાનું નેતૃત્વ સ્વીકારવામાં નહીં આવે. માઝરીએ કહ્યું કે “મહિલાઓની શિક્ષા પર રોક લગાવી દેવામાં આવશે અને યુવાઓને રોજગારી નહીં મળે.” આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે તેઓ પોતાની ઓફિસમાં મિલિશિયાના કમાન્ડર સાથે બેસીને આગામી સમય માટેની રણનીતિ ઘડી રહી છે.

કોણ છે સલીમા માઝરી?

મૂળ અફઘાનિસ્તાનની સલીમા માઝરીનો જન્મ ઈરાનમાં વર્ષ 1980માં એક રેફ્યૂજી તરીકે થયો હતો. ત્યારે તેમનો પરિવાર સોવિયેતમાં યુદ્ધથી ભાગી ગયો હતો. તેમણે ઈરાનમાં શિક્ષા મેળવી છે. તેહરાન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે તેમના માતા-પિતાને મુકીને અફઘાનિસ્તાન જવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરતા પહેલા તેમણે યુનિવર્સિટી અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠનમાં અનેક ભૂમિકાઓ ભજવી છે. વર્ષ 2018માં તેમને ખબર પડી કે, ચારકિંત જિલ્લાના ગવર્નર પદની વેકેન્સી બહાર પડી છે. ચારકિંત તેમની માતૃભૂમિ હતી, તેથી તેમણે આ પદ માટે અરજી કરી. ત્યારબાદ માઝરીની ગવર્નર પદ માટે પસંદગી કરવામાં આવી. તાલીબાનના જોખમને જોતા ચારકિંત જિલ્લાને સુરક્ષિત કરવા માટે તેમણે સિક્યોરિટી કમિશનની સ્થાપના કરી હતી. સિક્યોરિટી કમિશન સેનામાં ભરતી અંગેનું કામ કરતું હતું. સલીમાએ તેના કાર્યકાળ દરમિયાન તાલીબાનોને હેરાન કરી દીધા છે.
First published: