સાક્ષી મિશ્રાની જેમ આ યુવતીએ કર્યા પ્રેમલગ્ન, વીડિયોમાં કરી આ અપીલ

News18 Gujarati
Updated: July 28, 2019, 11:35 AM IST
સાક્ષી મિશ્રાની જેમ આ યુવતીએ કર્યા પ્રેમલગ્ન, વીડિયોમાં કરી આ અપીલ
બેતિયાના કપલનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં યુવતીએ પોતાના ઉંમરનો પુરાવો રજૂ કરતાં આધાર કાર્ડ બતાવ્યું

  • Share this:
ઉત્તર પ્રદેશના બરેલીથી ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રાની કહાણીનું હવે અને અન્ય રાજ્યોમાં પણ અનુકરણ થઈ રહ્યું છે. બિહારના બેતિયામાં પણ એક આવો જ મામલો સામે આવ્યો છે. નગરના છાવની મોહલ્લાના એક પ્રેમીયુગલે લગ્ન બાદ આવી જ રીતે એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયો શહેરથી લઈને ગામ સુધીના અનેક વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક પર જોવામાં આવી રહ્યો છે. મોહલ્લાના કરિયાણાના વેપારી નિતેશ યાદવની સાથે આંતરજાતિય લગ્ન કરનારી યુવતી મુજબ તેને તેના પરિવાર તરફથી ધમકી મળી રહી છે. બંને છુપાઈને કોઈ સ્થળે રહી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં ઉત્તર પ્રદેશના બરેલીના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષીનું અનુકરણ કરતાં કહી રહી છે કે- પાપા, અમે લગ્ન કરી દીધા છે. પ્લીઝ ધમકી આપવાનું બંધ કરો. આ બધું દેખાડો નથી. આ બધું સાચું છે. તમે લોકો પહેલા પણ ધમકી આપી ચૂક્યા છો કે લગ્ન ન થઈ શકે, મારી દઈશું.

આ પણ વાંચો, રાજકોટ પોલીસની જીપમાં બનાવેલો Tiktok વીડિયો વાયરલ

યુવતીના પિતાને અપીલ- ધમકી આપવાનું બંધ કરો

આ વીડિયોમાં યુવતી કહે છે કે, ઘરે જઈને પણ તમે લોકો ધમકી આપી ચૂક્યા હતા. જો અમને બંનેને કંઈ થયું તો તેના જવાબદાર તમે લોકો હશો. આની (પ્રેમી નિતેશ યાદવ) પરિવારને હેરાન કરવાનું બંધ કરી દો. પોલીસ, ઓફિસર કરીને તમને લોકોને કંઈ નહીં મળે. જો તમે લોકો એવું વિચારો છો કે અમને બંનેને સગીરમાં ફસાવી દેશો તો આ તમારી ભૂલ હશે.

યુવતી વીડિયોમાં પોતાનું આધાર કાર્ડ પણ દર્શાવે છે અને કહે છે કે, અમારી પાસે આધાર કાર્ડ છે. એટલું જ નહીં યુવતી એમ પણ કહે છે કે અમારી લગ્ન કરવાની ઉંમર છે. પાપા હું મારા પતિ સાથે છું અને સમગ્રપણે સુરક્ષિત છું. તમે લોકો ધમકી આપવાનું બંધ કરી દો.

આ પણ વાંચો, આ મંદિરની પરિક્રમા કરતા જ લકવાગ્રસ્ત અમેરિકન મહિલા પગ પર ઊભી થઈ ગઈ!

અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે યુવતી પુખ્ત વયની

સૌથી આશ્ચર્યની વાત એ છે કે વીડિયોમાં એક સ્થળે પોતાની વાત કર્યા બાદ જ્યારે તેનો પ્રેમી સંવાદ શરૂ કરી રહ્યો હોય છે તો યુવતી વીડિયોમાં હસવા લાગે છે. આ વિશે પૂછાતાં કાલીબાગ ઓપીના ઇન્ચાર્જ મનીષ કુમારે જણાવ્યું કે તેમને પણ આ પ્રકારનો વીડિયો વાયરલ થવાની સૂચના મળી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતી પુખ્ત વયની છે.

(રિપોર્ટ- પ્રફુલ્લ કુમાર)
First published: July 28, 2019
વધુ વાંચો
अगली ख़बर