સાક્ષીના પતિ અજિતેશે ડીલિટ કર્યુ Facebook એકાઉન્ટ, હથિયારો સાથેનો ફોટો વાયરલ

News18 Gujarati
Updated: July 14, 2019, 11:25 AM IST
સાક્ષીના પતિ અજિતેશે ડીલિટ કર્યુ Facebook એકાઉન્ટ, હથિયારો સાથેનો ફોટો વાયરલ
અજિતેશનો હથિયાર સાથેનો ફોટો વાયરલ

સાક્ષી મિશ્રા સાથે લગ્ન કર્યા પહેલા અજિતેશે ફેસબુક પર હથિયારોની સાથેના ફોટો પોસ્ટ કર્યા હતા

  • Share this:
ઉત્તર પ્રદેશના બરેલીથી ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રા સાથે લગ્ન કરનારા અજિતેશ કુમાર હથિયારોનો શોખીન છે. સાક્ષી સાથે લગ્ન કર્યા પહેલા અજિતેશે પોતાના ફેસબુક પર હથિયારોની સાથે કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા. મામલાનો ખુલાસો થયા બાદ અજિતેશે રવિવારે પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. જોકે, હથિયારોની સાથે અજિતેશની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પહેલા સાક્ષી મિશ્રાના પતિ અજિતેશ કુમારની બીજી યુવતી સાથે સગાઈની તસવીરો વાયરલ થઈ રહી હતી. અજિતેશ કુમારની સગાઈ ભોપાલની એક યુવતી સાથે પહેલા જ થઈ ચૂકી છે. લગ્ન માટે 9 ડિસેમ્બરની તારીખ નક્કી થઈ હતી. લગ્નની તમામ તૈયારીઓ પણ થઈ ગઈ હતી. યુવતીના પિતાનું કહેવું છે કે તેઓએ આ સગાઈમાં સાત લાખ રૂપિયાથી વધુ રકમ ખર્ચ કરી હતી. તેઓએ કહ્યું કે, સગાઈમાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. સમાજમાં સગાઈ તૂટવાથી બદનામી પણ ઘણી થઈ. તેની ભરપાઈ કોણ કરશે?

અજિતેશનો હથિયાર સાથેનો ફોટો


આ પણ વાંચો, સાક્ષી મિશ્રા પર ભડક્યા અયોધ્યાના સંત, કહ્યુ- 'દીકરીએ પિતાને બદનામ કર્યા'

બુધવારે વીડિયો જાહેર કરી સાક્ષી મિશ્રાએ કરી હતી અપીલ

થોડા દિવસ પહેલા સાક્ષીએ એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાના પિતા, ભાઈ અને તેના મિત્રથી પોતાને અને પતિને જીવનો ખતરો હોવાનું કહ્યું હતું. બુધવારની સાંજે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સાક્ષી અને અજિતેશે પોતાની સુરક્ષા માટે આજીજી કરી હતી. એક વીડિયોમાં બંને એવું કહેતા જોવા મળ્યા કે ભાજપ ધારાસભ્યના લોકો તેમની જીવની પાછળ પડ્યા છે. ધારાસભ્યના એક મિત્ર રાજીવ રાણા પોતાના માણસોની સાથે તેમને હોટલ પણ પહોંચી ગયો હતો. આ લોકો બંનેને જીવથી મારવાના ફિરાકમાં છે.
Loading...

(રિપોર્ટ: હરીશ શર્મા)

આ પણ વાંચો, સાક્ષી મિશ્રા બોલી, 'મેં ભૂલ તો કરી છે, MLA પિતા મને માફ કરે'

આ પણ વાંચો, MLA પુત્રી સાથે લગ્ન કરનાર દલિત યુવકનાં બીજી છોકરી સાથે હતા લગ્ન!
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...