બરેલી : સાક્ષી મિશ્રાની તબિયત અચાનક બગડી, હૉસ્પિટલમાં દાખલ

News18 Gujarati
Updated: March 21, 2020, 9:32 AM IST
બરેલી : સાક્ષી મિશ્રાની તબિયત અચાનક બગડી, હૉસ્પિટલમાં દાખલ
સાક્ષી મિશ્રા (ફાઇલ તસવીર)

પ્રેમ લગ્ન કરીને રાતોરાત દેશભરમાં ચર્ચામાં આવેલી સાક્ષી અને અજિતેશની જોડી પર બહુ ઝડપથી ફિલ્મ રિલીઝ થઈ શકે છે.

  • Share this:
બરેલી : પ્રેમ લગ્ન (Love Marriage)અને પોતાના જ પરિવારથી જીવનો ખતરો હોવાનું કહીને સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો પોસ્ટ કરીને માધ્યમોમાં ચમકેલી સાક્ષી મિશ્રા (Sakshi Mishra)ની તબિયત (Health) શુક્રવારે અચાનક બગડી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઝાડા-ઉલટી બાદ અશક્તિ આવી જવાને કારણે તેને બરેલીની એક ખાનગી હૉસ્પિટલ (Sakshi Mishra Admited to Private Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવી છે. અહીં ડૉક્ટરની દેખરેખ હેઠળ સાક્ષીની સારવાર ચાલી રહી છે.

સાક્ષીના પતિ અજિતેશના જણાવ્યા પ્રમાણે હાલ તબિયત પહેલા કરતા સારી છે. પરંતુ અશક્તિ હોવાને કારણે બોટલ ચઢાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે સાક્ષીને બહુ ઝડપથી હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે. નોંધનીય છે કે પ્રેમ લગ્ન કરીને રાતોરાત દેશભરમાં ચર્ચામાં આવેલી સાક્ષી અને અજિતેશની જોડી પર બહુ ઝડપથી ફિલ્મ રિલીઝ થઈ શકે છે. અજિતેશે જણાવ્યું કે બૉલિવૂડમાં અમુક લોકોએ ફિલ્મ બનાવવા માટે સાક્ષી અને તેનો સંપર્ક કર્યો છે.

પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન

નોંધનીય છે કે બીજેપીના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રા ગત વર્ષે ત્રીજી જુલાઈના રોજ ઘરેથી અચાનક ચાલી ગઈ હતી. જે બાદમાં તેણે પરિવારના લોકો વિરુદ્ધ અજિતેશ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ 10 જુલાઈના રોજ બંનેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેમને જીવનો ખતરો હોવાનું જણાવ્યું હતું. બીજી દિવસે સાક્ષીએ વધુ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેણે પોતાના પિતા રાજેશ મિશ્રા, ભાઈ વિક્કી ભરતૌલ અને પિતાના એક નજીકના રાજીવ રાણાથી જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું. આ બંને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. જે બાદમાં આ મામલો ખૂબ ચગ્યો હતો.

આ પણ વાંચો : COVID-19: મુશ્કેલીમાં કનિકા કપૂર, પ્રોટોકોલ તોડવાના મામલામાં લખનઉ પોલીસે FIR નોંધી
Published by: Vinod Zankhaliya
First published: March 21, 2020, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading