સાક્ષી મહારાજનું વિવાદાસ્પદ નિવેદન- મમતા 'હિરણ્ય કશ્પય'ના પરિવારથી

News18 Gujarati
Updated: June 2, 2019, 4:00 PM IST
સાક્ષી મહારાજનું વિવાદાસ્પદ નિવેદન- મમતા 'હિરણ્ય કશ્પય'ના પરિવારથી
સાક્ષી મહારાજ અને મમતા બેનર્જી (ફાઇલ ફોટો)

મમતાનું શાસન અલગતાવાદથી ઓછું નથી -સાક્ષી મહારાજ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને પાર્ટીઓના નેતાઓની વચ્ચે નિવેદનબાજીએ વધુ જોર પકડ્યું છે. આ દરમિયાન યૂપીના ઉન્નાવથી ભાજપ સાંસદ સાક્ષી મહારાજે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેઓએ મમતા બેનર્જીને 'હિરણ્ય કશ્યપ'ના પરિવારની ગણાવી છે.

હરિદ્વારમાં સાક્ષી મહારાજે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે, જે જયશ્રી રામ બોલવા પર લોકોને જેલ મોકલવાની વાત કરે છે તેના વિશે શું કહી શકાય. તેઓએ કહ્યું કે સ્થિતિ એવી છે કે બંગાળનું નામ આવતાં જ ત્રેતા યુગની યાદ આવે છે. જ્યારે રાક્ષસ રાજ હિરણ્ય કશ્યપે જયશ્રી રામ બોલવા પર પોતાના દીકરાને જેલમાં પૂરી યાતનાઓ આપી હતી.

આ પણ વાંચો, નીતીશ મંત્રીમંડળમાં 8 નવા ચહેરા સામેલ, ભાજપથી એક પણ નહીં

સાક્ષી મહારાજે કહ્યું કે, બંગાળમાં મમતા બેનર્જી પણ અત્યારે આવું જ કરી રહી છે. જયશ્રી રામ બોલનારાઓને જેલમાં પૂરી રહી છે અને યાતનાઓ આપી રહી છે. મમતા શું હિરણ્ય કશ્યપના પરિવારની તો નથી ને? તેઓએ કહ્યું કે, મમતાનું શાસન અલગતાવાદથી ઓછું નથી. તેનાથી બંગાળીઓને દુ:ખ પહોંચ્યું છે અને તેનું પરિણામ તેમને ભોગવવું પડશે.

'જયશ્રી રામ' લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલશે ભાજપ

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરાનારી ટીએમસીના ઘા પર મીઠું ભભરાવવા માટે ભાજપે જયશ્રી રામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળથી ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ અર્જુન સિંહે કહ્યું કે, પાર્ટી જયશ્રી રામ લખેલા કાર્ડ મુખ્યમંત્રીના આવાસ પર મોકલશે. ટીએમસીના ધારાસભ્ય રહી ચૂકેલા અર્જુન સિંહ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.
Loading...

મમતા બેનર્જીનો વીડિયો થયો હતો વાયરલ

હાલમાં જ સીએમ મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં કેટલાક લોકો રસ્તા પર જયશ્રી રામના નારા લગાવી રહ્યા હતા, જેને સાંભળ્યા બાદ મમતા બેનર્જી ગુસ્સે થઈ ગઈ અને પોતાની ગાડીથી ઉતરીને લોકોને ધમકાવવા લાગી. મમતાએ કહ્યું કે ચામડી ઉધેડી દઈશ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો અને મમતાની ઘણી નિંદા થઈ હતી. જોકે, ટીએમસીએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.
First published: June 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...