પ્રિયંકા ગાંધીના જન્મદિવસે કમલનાથના મંત્રીએ વિજ્ઞાપન દ્વારા કહ્યું : Indira Is Back

News18 Gujarati
Updated: January 12, 2020, 2:08 PM IST
પ્રિયંકા ગાંધીના જન્મદિવસે કમલનાથના મંત્રીએ વિજ્ઞાપન દ્વારા કહ્યું : Indira Is Back
વિજ્ઞાપનમાં ઈન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધીની તસવીરો બાજુ-બાજુમાં રજૂ કરી દર્શાવ્યું કે પ્રિયંકા, ઈન્દિરાની પ્રતિરૂપ છે

વિજ્ઞાપનમાં ઈન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધીની તસવીરો બાજુ-બાજુમાં રજૂ કરી દર્શાવ્યું કે પ્રિયંકા, ઈન્દિરાની પ્રતિરૂપ છે

  • Share this:
ભોપાલ : 12 જાન્યુઆરી 1972ના રોજ જન્મેલી કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી જશે અને ત્યાં પોતાનો જન્મદિવસ ઉજવશે. દેશભરમાં કૉંગ્રેસી કાર્યકર્તા પ્રિયંકાના જન્મદિવસેને પોત-પોતાની રીતે ઉજવી રહ્યા છે. આ દરમિયાન, મધ્ય પ્રદેશના લોકનિર્માણ અને પર્યાવરણ મંત્રી સજ્જનસિંહ વર્મા (Sajjan Singh Verma)એ અખબારમાં વિજ્ઞાપનના માધ્યમથી શુભેચ્છા સંદેશ આપ્યો છે.

કમલનાથના મંત્રીએ તેના માટે અખબારમાં વિજ્ઞાપન છપાવી છે. તેમાં તેઓએ પ્રિયંકાની તસવીરની સાથે ઈન્દિરા ગાંધીની તસવીર લગાવી છે અને લખ્યું છે, ઈન્દિરા ઇઝ બૅક. તેઓએ આ સંદેશ દ્વારા દર્શાવ્યું છે કે પ્રિયંકા ગાંધી ઈન્દિરા ગાંધીની પ્રતિરૂપ છે. સજ્જનસિંહ વર્માએ સાથોસાથ લખ્યું છે કે, 'એ જ દૂરદર્શિતા..એ જ નિષ્ઠા... એ જ ઈચ્છાશક્તિ... તમામ ધર્મો અને સમાજનો એક સાથે વિકાસ દિશામાં લઈ જવાનો ઉત્સાહ.'

તસવીરની નીચે જન્મદિવસની શુભેચ્છા આપતાં પ્રિયંકાના ભાષણની કેટલીક લાઇનો પણ લખી છે, 'હું વચન આપું છું...હું પ્રિયંકા...ભાષણ નથી આપતી...આપને બે શબ્દ કહું છું જે મારા દિલમાં વે. ડરપોક લોકો એક દિવસ ધરતી પર તો કબજો કરી શકે છે, પરંતુ તેઓ લોકોના દિલ પર ક્યારેય રાજ નથી કરી શકતા. આ દેશ સદ્ભાવના, દેશપ્રેમ અને પરસ્પર પ્રેમના આધારે બનેલો છે, પરંતુ આજે ને કંઈ દેશમાં થઈ રહ્યું છે તેનાથી દુ:ખ થાય છે. હું આ દેશના ક્યારેય ભાગલા નહીં થવા દઉં, દેશની એકતાને નહીં તૂટવા દઉં. હું વચન આપું છું.'

વિજ્ઞાપનમાં આમની પણ તસવીરો

તેની સાથોસાથ વિજ્ઞાપનમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ તસવીર મૂકવામાં આવી છે.

આ પણ વાંચો, સ્વામી વિવેકાનંદે શિકાગોના એ બહુચર્ચિત ભાષણમાં શું કહ્યું હતું?
First published: January 12, 2020, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading