પુલવામા હુમલાનો બદલો પુરો, જૈશ કમાન્ડર સજ્જાદ ભટ ઠાર

પુલવાામ હુમલા બાદથી જ સજ્જાદ ભટ સુરક્ષા દળોના નિશાના પર હતો (ફાઇલ ફોટો)

પુલવાામ હુમલા બાદથી જ સજ્જાદ ભટ સુરક્ષા દળોના નિશાના પર હતો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ મંગળવારે પુલવામા હુમલાનો બદલો પૂરી કરી દીધો. સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર પૈકીનો એક અને જૈશ કમાન્ડર સજ્જાદ ભટને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટરમાં એક અન્ય આતંકી પણ માર્યો ગયો છે. જ્યારે, તેમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

  14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં સજ્જાદ ભટની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકીઓએ આ કારથી સીઆરપીએફના કાફલા પર આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો.

  સુરક્ષા દળોએ સજ્જાદ ઉપરાંત આઈઈડી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડને પણ ઠાર માર્યો છે. સુરક્ષા દળોનો દાવો છે કે આ પુલવામા હુમલામાં સામેલ છેલ્લો આતંકી હતો, જેને મારી નાખવામાં આવ્યો છે.

  સજ્જાદ ભટ (ફાઇલ ફોટો)


  ઉલ્લેખનીય છે કે, અનંતનાગ જિલ્લાના પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. આતંકીઓએ સીઆરપીઅફના કાફલામાં સામેલ એક ગાડીને આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં પણ સીઆરપીએફના કાફલાને કાર બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધું હતું.
  Published by:Mrunal Bhojak
  First published: