Home /News /national-international /#MeToo: બિપાસાએ કહ્યું: સાજીદ ખાન મહિલાઓની હાજરીમાં ગંદા જોક કહેતો

#MeToo: બિપાસાએ કહ્યું: સાજીદ ખાન મહિલાઓની હાજરીમાં ગંદા જોક કહેતો

અભિનેત્રી બિપાસા બાસુએ કહ્યું, સાજીદ ખાનનું મહિલાઓ પ્તત્યેનું વર્તન ક્રુર રહેતું.

બિપાસા બાસુએ તનુશ્રી દત્તાની અભિનંદન આપ્યા અને કહ્યું કે, તનુશ્રી દત્તાના કારણે દેશમાં અનેક મહિલાઓ બહાર આવી અને તેમની આપવિતી કહી છે.

    બોલીવૂડ અભિનેત્રી બિપાસા બાસુએ જણાવ્યું કે, તેને એ જાણીને આનંદ થયો કે, મહિલાઓ ખુલીને સામે આવી છે અને સાજીદ ખાન સાથેનાં તેમના ખરાબ અનુભવોની વાત કરી રહી છે.

    બિપાસાએ એવું પણ કહ્યું કે, ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાનનો મહિલાઓ અને ક્રુ મેમ્બર સાથેનો વર્તાવ બહુ ખરાબ હતો અને તેના આ વર્તનથી બિપાસા ખુબ દુખી હતી.

    સાજીદ ખાન સામે બે મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બિપાસાએ સાજીદ ખાન સાથે 2014માં હમશકલ નામની ફિલમાં કામ કર્યુ હતું. જો કે, બિપાસાએ કહ્યું કે, તે પોતે સાજીદ ખાનનો શિકાર બની નથી પણ સાજીદ ખાનનું મહિલાઓ પ્તત્યેનું વર્તન તોછડું રહ્યું છે.

    #MeToo Effect:સાજિદ ખાન બાદ હવે નાના પાટેકરે પણ છોડી ‘હાઉસફુલ-4’

    બિપાસાએ વધુમાં જણાવ્યું કે, મને એ વાતનો આનંદ થાય છે કે, જે લોકો સત્તામાં છે અને ખ્યાતિપ્રાપ્ત છે તેમણે કરેલા યૌન શોષણ સામે ખુલીને વાત કરે છે. મારી સાથે આવુ કશુ બન્યું નથી. પણ સાજીદ ખાનનો મહિલાઓ પ્રત્યેનો ક્રુર વ્યવહાર દુખદ છે. સાજીદ ખાન મહિલાઓની હાજરીમાં ગંદા જોક કહેતો હતો, જે દરેક છોકરી માટે અપમાનજનક કહેવાય.”

    બિપાસાએ ટ્વીટર પણ લખ્યું કે, ઘણા બધા લોકોએ મને સલાહ આપી કે, તેની તું તેની કક્ષાએ નીચે ન ઉતરીશ. એટલે મેં મારું કામ પુરુ કર્યું અને પ્રોડ્યુસરને મેં કહી દીધું કે, હું આ ફિલ્મ સાથે વધુ કામ નહીં કરી શકુ. જો હું વધુ કામ કરીશ, તો કદાચ મારો પિત્તો ગુમાવી દઇશ”.

    #MeToo: મારા બ્રેસ્ટ વિશે વાત કરતા સાજિદે મને કપડાં કાઢવા કહ્યું હતું

    બિપાસા બાસુએ તનુશ્રી દત્તાની અભિનંદન આપ્યા અને કહ્યું કે, તનુશ્રી દત્તાના કારણે દેશમાં અનેક મહિલાઓ બહાર આવી અને તેમની આપવિતી કહી.”

    તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે આરોપ લગાવ્યો હતો કે, 2008ના વર્ષમાં એક ફિલ્મ સેટ પર નાના પાટેકરે તેની સાથે અસભ્ય વર્તન કર્યું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Nana patekar, Sajid-khan, Tanushree Dutta

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन