Nikki Yadav murder case: નિક્કી યાદવની હત્યાનો આરોપી સાહિલ ગેહલોત મહેરૌલીમાં શ્રદ્ધા વાલ્કરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલા કરતા પણ હિંસક નીકળ્યો છે. જોકે, નિક્કી યાદવના પિતાએ તેની પુત્રીને શોધવા માટે સાહિલ સાથે વાત કરી હતી પછી સાહિલે તેમની સાથે ખોટું બોલ કહ્યું કે, નિક્કી તેના મિત્રો સાથે મસૂરી અને દેહરાદૂન ગઈ હતી અને તેનો ફોન તેમની પાસે છોડી ગયો હતો. જ્યારે સુનીલ યાદવે તેની પુત્રીના અન્ય મિત્રને ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યું કે, નિક્કી બિંદાપુર વિસ્તારમાં તેના ભાડાના રૂમમાં નથી અને તે છેલ્લે સાહિલ ગેહલોત સાથે જોવા મળી હતી.
નવી દિલ્હી: વસઈની રહેવાસી શ્રદ્ધા વાલકરના મૃતદેહના 35 ટુકડા કરી 300 લિટરના ફ્રિજમાં દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં રાખવામાં આવ્યાના મહિનાઓ પછી, હરિયાણાની 22 વર્ષીય યુવતીની સનસનાટીભરી હત્યાએ ફરી દિલ્હીને હચમચાવી દીધું છે. તાજેતરની ઘટનામાં, પીડિત નિક્કી યાદવનો મૃતદેહ દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના મિત્રાંવ ગામની સીમમાં આવેલા 'ઢાબા' પર રેફ્રિજરેટરમાં મળી આવ્યો હતો. પ્રેમમાં કડવાશ બાદ હત્યાનો આ કિસ્સો છે. જેમાં પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મિત્રનો ગામનો રહેવાસી આરોપી સાહિલ ગહલોતના લગ્ન 10 ફેબ્રુઆરીના રોજ થયા હતા. લાંબા સમયથી પ્રેમસંબંધ હોવાના કારણે નિક્કી યાદવ તેનો વિરોધ કરી રહી હતી.
સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, નિક્કી યાદવની ગોવામાં ગેહલોત સાથે રજાઓ ગાળવા જવાની યોજના હતી અને ફ્લાઈટની ટિકિટ બુક થઈ ગઈ હતી. જોકે, તેને ટૂંક સમયમાં ખબર પડી કે સાહિલ ગેહલોત બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે. ગોવાની ટ્રીપ કેન્સલ કરવાની સાથે નિક્કીએ આરોપી સાહિલ ગેહલોત સાથે વાત કરવાનું નક્કી કર્યું.
પોલીસે જણાવ્યું કે, આરોપી સાહિલે તેની ગર્લફ્રેન્ડથી છુપાવ્યું હતું કે, તેના લગ્ન અન્ય મહિલા સાથે નક્કી થયા છે. જ્યારે નિક્કીને તેના લગ્નની ખબર પડી ત્યારે તેણે આરોપી સાહિલ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક કારમાં ફરતા હતા. ગેહલોતના લગ્નને લઈને ઝઘડો થતાં સાહિલે નિક્કી યાદવનું તેના મોબાઈલ ફોનના ડેટા કેબલથી ગળું દબાવી દીધું હતું.
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, કાશ્મીરી ગેટ પાસે નિક્કી યાદવની કારમાં હત્યા કર્યા બાદ આરોપી સાહિલે લાશને આગળની સીટ પર રહેવા દીધી હતી. તે લગભગ 40 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કરતો રહ્યો અને મિત્રોં ગામમાં તેના ઢાબા પર પહોંચ્યો. આ પછી સાહિલે મૃતદેહને તેના ઢાબામાં ડીપ ફ્રીઝરમાં રાખ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહ છુપાવ્યા બાદ સાહિલ તેના ઘરે ગયો અને લગ્ન પહેલાની ઉજવણીમાં સામેલ થયો. જોકે, પોલીસે સાહિલ ગેહલોતની કારને તેના ઘરેથી કબજે કરી છે, જેનો ઉપયોગ ઘટનાને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર