Home /News /national-international /હૈવાનિયત: 20 હજારમાં પત્નીના 20 ટુકડા કરવાનો સોદો કર્યો, રુબિકાનું હજુ સુધી માથું નથી મળ્યું
હૈવાનિયત: 20 હજારમાં પત્નીના 20 ટુકડા કરવાનો સોદો કર્યો, રુબિકાનું હજુ સુધી માથું નથી મળ્યું
પતિએ તેની હત્યા કર્યા બાદ મૃતદેહના 20થી વધુ ટુકડા કર્યા
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં યુવતીના પતિ દિલદાર અંસારી, તેના માતા-પિતા અને ભાઈ સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ દરમિયાન મહિલાના 18 અંગો પણ રિકવર કર્યા છે. જો કે યુવતીના માથા સિવાય શરીરના ઘણા ભાગો હજુ સુધી મળ્યા નથી.
ઝારખંડના સાહિબગંજમાં એક યુવતીની હત્યામાં કેટલાક નવા ઈનપુટ સામે આવ્યા છે . પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પતિએ તેની હત્યા કર્યા બાદ મૃતદેહના 20થી વધુ ટુકડા કર્યા હતા અને આ ટુકડાઓ છુપાવવા માટે 20 હજાર રૂપિયામાં સોદો કર્યો હતો. આ ઇનપુટ સામે આવ્યા બાદ પોલીસે મામલાની તપાસ માટે 12 સભ્યોની SIT ટીમની રચના કરી હતી. એસઆઈટીએ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદથી કેસ સંબંધિત પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓને વહેલી તકે સજા મળે તે માટે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. આ માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં યુવતીના પતિ દિલદાર અંસારી, તેના માતા-પિતા અને ભાઈ સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ દરમિયાન મહિલાના 18 અંગો પણ રિકવર કર્યા છે. જો કે યુવતીના માથા સિવાય શરીરના ઘણા ભાગો હજુ સુધી મળ્યા નથી. આ અંગોને શોધવા માટે પોલીસ ડોગ સ્કવોડની મદદથી સતત કોમ્બિંગ કરી રહી છે. સંથાલ પરગણાના ડીઆઈજી સુદર્શન મંડળે રવિવારે આ ઘટનામાં અત્યાર સુધીની કાર્યવાહીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે હવે SIT મામલાની તપાસ કરી રહી છે. તેમણે SITને આ કેસની તપાસ વહેલી તકે પૂર્ણ કરવા અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા જણાવ્યું છે. ચાર્જશીટ રજૂ કરવાની સાથે, કોર્ટને ઝડપી ટ્રાયલ માટે વિનંતી પત્ર દાખલ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
ડીઆઈજી સુદર્શન મંડલે જણાવ્યું કે સાહિબગંજના એસપી અનુરંજન કિસ્પોટ્ટાને આદિવાસી યુવતીની હત્યાની તપાસ માટે રચાયેલી 12 સભ્યોની એસઆઈટી ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. આ ટીમ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પાસાઓ એકત્ર કરવા માટે FSL ટીમનો સંપૂર્ણ સહકાર લેશે. પોલીસનો સંપૂર્ણ પ્રયાસ મજબૂત ચાર્જશીટ તૈયાર કરવાનો રહેશે. આનાથી કેસ ચલાવવામાં અને આરોપીઓને સજા અપાવવામાં સરળતા રહેશે.
પ્રેમ લગ્નના કારણે બનેલી ઘટના
જણાવી દઈએ કે આદિવાસી યુવતી રૂબિકા પહાડીનની હત્યા તેના જ પતિ દિલદાર અન્સારીએ કરી હતી. દિલદારે રૂબિકા સાથે લવ મેરેજ કર્યા હતા, પરંતુ તેમના સંબંધો તેમના પરિવારના સભ્યોને મંજૂર ન હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દિલદાર અંસારીના મામા મૈનુલ અંસારીએ પોતાની પાડોશમાં રહેતા મો. મોઈનુલ અંસારી સાથે યુવતીની હત્યા કરીને લાશના ટુકડા કરવા અને બાદમાં તેને ઠેકાણે લગાવવા માટે 20 હજાર રુપિયામાં ડીલ ફાઈનલ કરી હતી.
ડીઆઈજીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું
સંથાલ પરગણાના ડીઆઈજી સુદર્શન મંડલ અને સાહિબગંજના એસપી અનુરંજન કિસ્પોટ્ટા, જે રવિવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, બોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઝિલ ટોલા ઘટનાસ્થળે પહોંચ્યા અને બસ સ્ટેન્ડ કિરાની મોહમ્મદ મોઇનુલ અંસારીના ઘરના ઉપરના માળે અને બાથરૂમ સહિત અન્ય રૂમનું નિરીક્ષણ કર્યું. આ સાથે આંગણવાડી કેન્દ્રથી 200 મીટર દૂર આવેલા રૂમની પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી મોડી રાત્રે એક બોરીમાં મૃતદેહના કેટલાય ટુકડા મળી આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર