Home /News /national-international /માતાજીના આ મંદિરમાં આવેલું છે જામફળનું અનોખું ઝાડ, 40 વર્ષથી નથી આવતા ફળ કે ફુલ

માતાજીના આ મંદિરમાં આવેલું છે જામફળનું અનોખું ઝાડ, 40 વર્ષથી નથી આવતા ફળ કે ફુલ

સહારનપુરમાં આવેલ છે વિચિત્ર ઝાડ

પૂજારી નિખિલ ભારદ્વાજે જણાવ્યું કે, તે ખુદ ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેમને પોતાના વડવાઓ પાસેથી સાંભળ્યું છે કે, જામફળના ઝાડનું આયુષ્ય વધુમાં વધુ 20 વર્ષ હોય છે, પણ આ ઝાડ 40 વર્ષથી પણ વધારે સમયથી અહીં ઊભું છે.

  • Local18
  • Last Updated :
  • Saharanpur, India
રિપોર્ટ-નિખિલ ત્યાગી

સહારનપુર: શિવાલિકની પહાડીઓની વચ્ચે જસમોર ગામમાં માં શાકુંભરી દેવી મંદિરના દક્ષિણે આવેલ છિન્નમસ્તિકાનું મંદિર છે. માં છિન્નમસ્તિકાની શ્રદ્ધાળુઓમાં મોટી આસ્થા છે. આ મંદિરમાં જવા માટે શ્રદ્ધાળુઓને 108 સીડી ચડીને જવાનું હોય છે. અહીં એક પ્રાચીન જામફળનું ઝાડ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના આ ખેડૂતે કાળા ઘઉંની ખેતી કરી, એક કિલોનો ભાવ છે 70 રૂપિયા

પૂજારી નિખિલ ભારદ્વાજે જણાવ્યું કે, તે ખુદ ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેમને પોતાના વડવાઓ પાસેથી સાંભળ્યું છે કે, જામફળના ઝાડનું આયુષ્ય વધુમાં વધુ 20 વર્ષ હોય છે, પણ આ ઝાડ 40 વર્ષથી પણ વધારે સમયથી અહીં ઊભું છે. તેમણે જણાવ્યું કે, આ ઝાડ પર ફુલ ફળ આવતા નથી. ફણ કહેવાય છે કે, તેના મૂળમાંથી બીજા ઝાડ પણ અંકુરિત થતા રહે છે. એટલા માટે આ ખુદમાં એક આશ્ચર્યજનક ઝાડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધાળુઓની આસ્થા છે કે, આ માતાજીનો પ્રતાપ છે. જેનાથી જામફળનું ઝાડ આટલા વર્ષથી ઊભું છે.

મનોકામના પુરી કરવા માટે ઝાડ પર બાંધે છે દોરા


પૂજારી નિખિલ ભારદ્વાજે જણાવ્યું કે, આ ઝાડ પર શ્રદ્દાળુઓ દોરા બાંધી પોતાની મન્નત માને છે. તેમણે જણાવ્યું કે, ભક્તોની આસ્થા છે કે, અહીં દોરા બાંધવાથી માનવામાં આવેલી માનતા પુરી થાય છે અને માં છિન્નમસ્તિકાના આશીર્વાદ મળે છે. શ્રદ્ધાળુઓ અહીં માનતા રાખી દોરો બાંધો છે અને માનતા પુરી થતાં ઝાડ પર બાંધેલા દોરામાંથી એક દોરો ખોલી નાખે છે.
First published:

Tags: Local 18, Uttar Pradesh‬

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો