Home /News /national-international /

ફતવો - પર પુરૂષના હાથે મુસ્લીમ મહિલા બંગડી પહેરે તે ગુનો છે

ફતવો - પર પુરૂષના હાથે મુસ્લીમ મહિલા બંગડી પહેરે તે ગુનો છે

બંગડી પહેરવી ગુનો નથી, પરંતુ તે કોઈ પર પુરૂષના હાથે પહેરવી ગુનો છે...

બંગડી પહેરવી ગુનો નથી, પરંતુ તે કોઈ પર પુરૂષના હાથે પહેરવી ગુનો છે...

    મુસ્લીમ મહિલાઓ માટે વધુ એક ફતવો જાહેર કરવાની ઘટના સામે આવી છે. મુસ્લીમોના દેવબંધ દારૂલ ઉલૂમ સરાહનપુરે, રવિવારે મુસ્લિમ મહિલાઓ માટે એક ફતવો જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મુસ્લીમ મહિલાઓ પર પુરૂષના હાથે બંગડી પહેરે તે ગુનો ગણવામાં આવશે. આટલું જ નહીં દેવબંધના મુફ્તી તારીક કાસમીએ ફતવો જાહેર કરી કહ્યું કે, અન્ય પુરૂષ કે અજાણી મહિલાના હાથે પણ બંગડી પહેરવી ગુનો છે, જે પણ પુરૂષ સાથે લોહીનો સંબંધ ન હોય, આવા પુરૂષોના હાથે બંગડી પહેરવા માટે મહિલાઓને બહાર નીકળવું પણ ગુનો કહેવાય છે.

    સહારનપુરના મોહલ્લા બડજિઆઉલહકના રહેવાસી અહમદ ગૌડે દારૂલ ઉલુમને લેખિતમાં પ્રશ્ન પુછ્યો કે, અમારે ત્યાં મોટાભાગે બંગડીઓ વેંચવાનું અને પહેરાવવાનું કામ મણીયાર સમાજના લોકો કરે છે. મહિલાઓને બંગડી પહેરવા માટે ઘરની બહાર નીકળવું પડે છે અને પોતાના હાથ બંગડી પહેરવા માટે અન્ય પુરૂષના હાથમાં આપવા પડે છે. શું આ રીતે ઘરેથી નીકળી અથવા ઘરમાં રહી મહિલાઓ અન્ય પુરૂષના હાથે બંગડી પહેરે તે ગુનો છે. તેના પર દારૂલ ઉલુમ દેવબંધના મુફ્તીયાની ખંડપીઠે કહ્યું કે, પર પુરૂષ જ નહી્ં પર જ્ઞાતીની સ્ત્રીના હાથે મુસ્લીમ મહિલાઓ બંગડી પહેરે તે પણ ગુનો છે.

    ઉલ્લેખનીય છે કે, દારૂલ ઉલુમે આ ફતવો જાહેર કરતા દલીલી કરી કે, ઈસ્લામી શરીયતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, દરેક મુસ્લીમ મહિલાએ દરેક એવા પુરૂષ સામે પરદો રાખવો જોઈએ, જેની સાથે તેને લોહીનો સંબંધ ના હોય. અમારી બોડીએ આને આધારે આ ફતવો જાહેર કરી જવાબ આપ્યો છે. જોકે આ ફતવામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બંગડી પહેરવી ગુનો નથી, પરંતુ તે કોઈ પર પુરૂષના હાથે પહેરવી ગુનો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fatwa, Muslim women, Release, Saharanpur, દારૂલ ઉલૂમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन