Home /News /national-international /Success Story: કડકનાથની કૃપાથી આ યુવક બન્યો લાખોપતિ, વર્ષે કરે છે 6 લાખની કમાણી

Success Story: કડકનાથની કૃપાથી આ યુવક બન્યો લાખોપતિ, વર્ષે કરે છે 6 લાખની કમાણી

કડકનાથ ફાર્મ ચલાવી યુવક માલામાલ થયો

આપને જણાવી દઈએ કે, બુંદેલખંડના સાગરથી લગભગ 8 કિમી દૂર આવેલા સેમરા બાગના નીરજ પટેલ દ્વારા મુરઘાની ખરીદવેચાણ થઈ રહી છે. પોતાના આ વેપારને લઈને નીરજ જણાવે છે કે, તેમે જાબુઆથી 50 નગ લાવીને તેની શરુઆત કરી હતી.

  • Local18
  • Last Updated :
  • Sagar, India
રિપોર્ટ-અનુજ ગૌતમ

સાગર: કોરોનાકાળમાં ઘરમાં બેઠેલા 20 વર્ષના યુવકે કડકનાથ મરઘાને લઈને તેને વેચવાનું કામ શરુ કર્યું. ધીમે ધીમે તેનું કામ વધવા લાગ્યું. આજે તે 50 હજાર રૂપિયા દર મહિનાની કમાણી કરી લાવે છએ. હાલમાં તેની પાસે એક જ પોલ્ટ્રી ફાર્મ છે. પણ તેમાં મરઘાની જગ્યા ઓછી પડતા બીજી ફાર્મ ખોલવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: Hindu Nav Samvatsar 2080: કાશીમાં ખાસ અંદાજમાં નવા વર્ષનું આગમન, સૂર્ય નમસ્કાર સાથે વિશ્વશાંતિની પ્રાર્થના

આપને જણાવી દઈએ કે, બુંદેલખંડના સાગરથી લગભગ 8 કિમી દૂર આવેલા સેમરા બાગના નીરજ પટેલ દ્વારા મુરઘાની ખરીદવેચાણ થઈ રહી છે. પોતાના આ વેપારને લઈને નીરજ જણાવે છે કે, તેમે જાબુઆથી 50 નગ લાવીને તેની શરુઆત કરી હતી. શરુઆતમાં જ તેને એક કડકનાથ પર 300થી 400 રૂપિયાની બચત થવા લાગી. ધીમે ધીમે લોકોને ખબર પડતા તેની ડિમાન્ડ વધવા લાગી.

ઓનલાઈન આવી રહ્યા છે ઓર્ડર


આજે તે એક મહિનામાં લગભગ 1000 મરઘાનું વેચાણ કરી નાખે છે. તેના ફાર્મમાં કડકનાથ ઉપરાંત દેશી ઓરિજિનલ સોનાલી સહિત અન્ય બ્રીડના મરઘા પણ મળે છે. સાથે જ 60 રૂપિયામાં એક બચ્ચુ પણ મળે છે. પણ તે મોટુ થતાં 600થી 800 રૂપિયામાં વેચાય છે. કહેવાય છે કે, હવે મરઘા અને બચ્ચાની સપ્લાઈ દૂર દૂર સુધી થવા લાગી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ઓર્ડર પણ તેની પાસે આવે છે.

હોમ ડિલીવરી પણ થાય છે


નીરજ દ્વારા હોમ ડિલીવરીની સુવિધા પણ આપવામાં આવે છે. તો વળી આ મરઘાથી દેશી ઈંડા પણ સારા ભાવે વેચાય છે. હાલમાં તે બાબૂજી કડકનાથ પોલ્ટ્રી ફાર્મ ચલાવી રહ્યા છે. યુવાનો 3 વર્ષ પહેલા શરુ કરવામાં આવેલા કામથી તે આજે માલામાલ થઈ રહ્યા છે.
First published:

Tags: Business idea