Home /News /national-international /સલમાન ખાનના બોડી ડબલ સાગર પાંડેનું નિધન, જીમમાં જ આવ્યો હાર્ટએટેક

સલમાન ખાનના બોડી ડબલ સાગર પાંડેનું નિધન, જીમમાં જ આવ્યો હાર્ટએટેક

ડબલ સાગર પાંડેને જીમમાં જ હાર્ટએટેક આવી ગયો હતો.

શુક્રવારે સલમાન ખાનના બોડી ડબલ સાગર પાંડેનું અચાનક જ નિધન થયું છે. મુંબઈમાં સાગર પાંડે જીમમાં હતા. તે કસરત કરી રહ્યાં હતા, ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું છે. બપોરે લગભગ 1 વાગ્યાની આ ઘટના છે. સાગર પાંડે લગભગ 50 વર્ષન હતા અને તે સલમાન ખાનની સાથે લગભગ 50 ફિલ્મોમાં જોવા મળ્યા છે.

વધુ જુઓ ...
    મુંબઈ: શુક્રવારે સલમાન ખાનના બોડી ડબલ સાગર પાંડેનું અચાનક જ નિધન થયું છે. મુંબઈમાં સાગર પાંડે જીમમાં હતા. તે કસરત કરી રહ્યાં હતા, ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું છે. બપોરે લગભગ 1 વાગ્યાની આ ઘટના છે. સાગર પાંડે લગભગ 50 વર્ષન હતા અને તે સલમાન ખાનની સાથે લગભગ 50 ફિલ્મોમાં જોવા મળ્યા છે.

    50 વર્ષની ઉંમરમાં સાગર પાંડેનું નિધન

    સાગર પાડેએ સલમાન ખાનના બોડી ડબલની ભૂમિકા ઘણી ફિલ્મોમાં ભજવી છે. તેમાં બજરંગી ભાઈજાન, ટ્યુબલાઈટ, પ્રેમ રત્ન ધન પાયો, દબંગ, દબંગ-2 અને ટીવી શો બિગ બોસ પણ સામેલ છે. સાગર પાંડે સ્ટેજ શો કરવા સિવાય ઘણા દેશ-વિદેશમાં પણ શોમાં પરફોર્મ કરતા હતા. સાગર પાંડેના નજીકના દોસ્ત રાજૂ રાઈકવારે માહિતી આપતા જણાવ્યું કે સાગર પાંડેને બે જિમ ઈન્સ્ટ્રક્ટર્સ મુંબઈની હોસ્પિટલમાં લઈને ગયા હતા.

    લોકડાઉનમાં સાગર પાંડે પાસે કામ નહોતું

    વર્ષ 2020માં સાગર પાંડેએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકડાઉનને કારણે તેની પાસે કામ નથી. તેણે કહ્યું હતું કે હું શૂટિંગ કરતાં સ્ટેજ શોમાંથી વધુ કમાણી કરું છું. સાગર પાંડેએ સલમાન ખાનની જેમ લગ્ન નથી કર્યા. તેને પાંચ ભાઈઓ હતા. સાગર તેના ભાઈઓનો ખર્ચ ઉઠાવતો હતો.

    સાગર ફિલ્મોમાં હીરો બનવા માંગતો હતો

    સાગર પાંડે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તે ફિલ્મોમાં અભિનેતા બનવા માંગતો હતો પરંતુ ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ ન મળતાં તેણે બોડી ડબલ તરીકે કામ કર્યું.

    સાગર છેલ્લા 23 વર્ષથી સલમાન સાથે કામ કરી રહ્યો હતો

    વર્ષ 1998માં સાગરે સલમાન ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં બોડી ડબલની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે બજરંગી ભાઈજાન, ટ્યુબલાઇટ, દબંગ, દબંગ 2 અને દબંગ 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સાગરે સલમાન ખાનની 50 થી વધુ ફિલ્મોમાં બોડી ડબલ તરીકે કામ કર્યું હતું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Aamir khan salman khan, Actor salman khan, Imran Khan

    विज्ञापन
    विज्ञापन