'આ રીતે બનાવો બીફ,' ગૌહત્યા પર બોલનારા સાધ્વીને કેરળના લોકોનો જવાબ

 • Share this:
  સનાતન ધર્મ પ્રચાર સેવા સમિતિની અધ્યક્ષા સાધ્વી સરસ્વતી કેરળમાં 'ઉપદેશ' આપીને ટ્રોલ થઈ છે. ગત શુક્રવારે વિરાટ હિન્દુ સંમેલનમાં તેણે કહ્યું હતું કે ગૌહત્યા કરનારાઓને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સ્પીચ વાયરલ થયા બાદ કેરળના લોકોએ તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી છે. લોકોએ તેને ફેસબુક પર બીફ બનાવવાની રેસિપી શેર કરી હતી.

  ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સાધ્વીએ વિરાટ હિન્દુ સંમેલનમાં કહ્યું હતું કે, 'કેરળમાં બીફ પાર્ટી માટે ગૌમાતાની હત્યા કરવામાં આવે છે, દુનિયાના અનેક ભાગમાં તેની પૂજા કરવામાં આવે છે. આવા હત્યારાઓને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.'

  તેમણે કહ્યું, 'હવે હું કંઈક એવું બોલીશ જે તમને ખરાબ લાગી શકે છે. તમે બધા ગાયને માતા માનો છો. જો તમારી માતા રસ્તા પર ઉભી હોય અને કોઈ બદમાશ તેની છેડતી કરે તો તમે શું કરશો? પરંતુ કેરળમાં તમારી નજરની સામે જ ગૌમાતાની હત્યા કરવામાં આવે છે. જે લોકો ગૌહત્યા કરી રહ્યા છે તેમની જાહેરમાં ચોક પર હત્યા કરી દેવી જોઈએ.'

  જોકે, મધ્યપ્રદેશની છિંદવાડાની સાધ્વી એ ભૂલી ગઈ હતી કે તે કેરળમાં બોલી રહી છે. અહીંના લોકોને બીફ ખૂબ પસંદ છે. સાધ્વી કસરગોદના બદિડકામાં બોલી રહી હતી.

  તેની સ્પીચ વાયરલ થયા બાદ હજારો મલયાલી લોકોએ તેને બીફ બનાવવાની રેસિપી મોકલવાનું શરુ કર્યું હતું.

  સાધ્વી સરસ્વતીના ફેસબુક પેજ પર 15 હજારથી વધારે કમેન્ટ્સ આવી હતી, જેમાં મોટાભાગની બીફની ડિશને લઈને હતી.  હજારો ફેસબુક યુઝર્સે તેની પસંદગીની બીફ ડિશની તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ ડિશમાં કેરળ બીફ ફ્રાય અને કરી સામેલ છે. આટલું જ નહીં લોકોએ બીફની બીરયાની બનાવવાની GIF પણ પોસ્ટ કરી હતી.

  અનેક યુઝર્સે સાધ્વીને કેરળમાં સાંપ્રદાયિક તણાવ ન ફેલાવવાની અપીલ કરી હતી. એક યુઝરે લખ્યું કે, 'લોકોની વચ્ચે સાંપ્રદાયિક નફરત ન પેદા કરો. અમારા બધાની અંદર અલગ અલગ સ્વરૂપમાં ગૌમાતા છે. તમારા દિમાગમાં એમનું છાણ છે અને અમારા પેટમાં તેનું માંસ છે. તમે તેના મૂત્રનું સેવન કરો છો અને અમે દૂધ.'
  Published by:Vinod Zankhaliya
  First published: