BJP કાર્યાલયમાં BJP સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બેભાન થઈ ગબડી પડ્યા

News18 Gujarati
Updated: June 23, 2020, 12:12 PM IST
BJP કાર્યાલયમાં BJP સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બેભાન થઈ ગબડી પડ્યા
ભોપાલમાં બીજેપી કાર્યકરોએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને સંભાળીને ખુરશીમાં બેસાડ્યા

ભોપાલમાં બીજેપી કાર્યકરોએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને સંભાળીને ખુરશીમાં બેસાડ્યા

  • Share this:
અનુરાગ શ્રીવાસ્તવ, ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ (Bhopal)માં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (BJP MP Sadhvi Pragya Singh Thakur)ની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રદર્શનીમાં ઉપસ્થિત સાધ્વી પ્રજ્ઞા અચાનક બેભાન થઈને ગબડી પડ્યા. લોકોએ તેમને સંભાળીને ખુરશીમાં બેસાડ્યા.

નોંધનીય છે કે, ગત 30 મેના રોજ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ગુમ થયાના પોસ્ટર ભોપાલમાં લગાવવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ એટલે કે 31 મેના રોજ તેમને એઇમ્સ હૉસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. સૂત્રો મુજબ સાધ્વી પ્રજ્ઞા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના કારણે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

આ પણ વાંચો, સુહાગરાતના બીજા જ દિવસે દુલ્હાનું મોત, લગ્નમાં સામેલ 15 લોકો Corona પોઝિટિવ

પ્રજ્ઞા સિંહ ઠાકુરે વીડિયો સંદેશના માધ્યમથી કહ્યું હતું કે તેમની તબિયત ઠીક નથી. તેમને એક આંખથી દેખાતું બંધ થઈ ગયું છે. બીજી આંખથી પણ આછું અને માત્ર 25 ટકા જ જોઈ શકાય છે. સાથોસાથ બ્રેઇનને લઈને રેટીના સુધી સોજો રહે છે. ડૉક્ટરોએ સાંસદ પ્રજ્ઞા ઠાકુરને વાતચીત નહીં કરવાની સલાહ આપી હતી. ભોપાલમાં ગુમ થયાના પોસ્ટર લગાવાતાં તેઓએ કહ્યું હતું કે આ કૉંગ્રેસની ઘૃણાસ્પદ હરકત છે. લૉકડાઉનમાં તેઓ ચોક્કસપણ દિલ્હીમાં છે પરંતુ તેમની ટીમ ભોપાલ સંસદીય ક્ષેત્રમાં કાર્યરત છે.

બીજી તરફ, પ્રદર્શનીના શુભારંભમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહે જણાવ્યું કે, આર્ટિકલ 370 ખતમ કરવાનું શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું અંતે પૂરું થઈ ગયું છે. હવે મુખર્જીના સપનાનું ભારત બનશે. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્ર્િ મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બનશે. 

આ પણ વાંચો, સઉદીએ રદ કરી આ વર્ષે વિદેશી મુસ્લિમો માટે હજ યાત્રા, માત્ર સ્થાનિકો થઈ શકશે સામેલ
First published: June 23, 2020, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading