Home /News /national-international /

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન, મેદાન્તામાં લીધા અંતિમ શ્વાસ

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન, મેદાન્તામાં લીધા અંતિમ શ્વાસ

મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાનું નિધન

મુલાયમ સિંહ યાદવના (Mulayam Singh Yadav) પત્ની સાધના ગુપ્તા (Sadhna Gupta) નું નિધન (Death), સાધના ગુપ્તા મુલાયમ સિંહના બીજા પત્ની છે. સાધનાને એક પુત્ર પ્રતીક યાદવ છે. પ્રતીકે અપર્ણા યાદવ સાથે લગ્ન કર્યા છે

    લખનૌ : સમાજવાદી પાર્ટીના (Samajwadi party) સ્થાપક અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહના (Mulayam Singh Yadav) પત્ની સાધના ગુપ્તા (Sadhna Gupta) નું શનિવારે નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાના નિધન બાદ તેમના પાર્થિવ દેહને વિમાન મારફતે લખનૌ લઈ જવામાં આવ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાધના ગુપ્તાનું નિધન થયું હતું. તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયાની ફરિયાદ હતી, ત્યાર બાદ તેમને મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. (Lucknow - Uttar Pradesh)

    ગયા અઠવાડિયે સાધના ગુપ્તાને સુગર સહિત અન્ય બીમારીઓને કારણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં આજે તેમનું મૃત્યુ થયું. મુલાયમ સિંહ યાદવ પણ ત્યાં હાજર છે. સાધના ગુપ્તા મુલાયમ સિંહના બીજા પત્ની છે. સાધનાને એક પુત્ર પ્રતીક યાદવ છે. પ્રતીકે અપર્ણા યાદવ સાથે લગ્ન કર્યા છે. અપર્ણા યાદવ ભાજપના નેતા છે. યુપી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા જ અપર્ણા યાદવ સપા છોડીને ભાજપમાં જોડાઈ હતી

    આ પણ વાંચોમૂસેવાલા કેસમાં 3 મોટા અપડેટ્સ : શું હતો હત્યાનો 'પ્લાન B', કેટલાની હતી સોપારી, ક્યાં છે હત્યાનું હથિયાર?

    તો, સાધના ગુપ્તાનો પુત્ર પ્રતીક યાદવ રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે. પ્રતીક યાદવ રાજકારણમાં સક્રિય નથી. જોકે તેમની પત્ની અપર્ણા યાદવે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અપર્ણા યાદવે વર્ષ 2017માં લખનૌની કેન્ટ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Samajvadi Party, મુલાયમ સિંહ યાદવ, સમાજવાદી પાર્ટી, ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन