Sadhguru Jaggi Vasudev Fire Crackers Ban Diwali: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadhguru Jaggi Vasudev)એ દિવાળી (Diwali 2021) નિમિત્તે ફટાકડા ફોડવાના પ્રતિબંધ (Ban on Crackers)નો વિરોધ કર્યો છે. સદગુરુએ ફટાકડા ફોડવાથી થતા વાયુ પ્રદૂષણ (Air Pollution)ને ઘટાડવા માટે એક સરળ ફોર્મ્યુલા પણ આપ્યો છે.
નવી દિલ્હી: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadhguru Jaggi Vasudev)એ દિવાળી (Diwali 2021) નિમિત્તે ફટાકડા ફોડવાના પ્રતિબંધ (Ban on Crackers)નો વિરોધ કર્યો છે. સદગુરુએ ફટાકડા ફોડવાથી થતા વાયુ પ્રદૂષણ (Air Pollution)ને ઘટાડવા માટે એક સરળ ફોર્મ્યુલા પણ આપ્યો છે.
ધાર્મિક ગુરુએ ટ્વિટર પર કહ્યું હતું કે, "હવાના પ્રદૂષણની ચિંતા એ કોઈ કારણ નથી કે બાળકોને ફટાકડા ફોડવાના આનંદથી વંચિત રાખવામાં આવે. જો તમારે તેમના માટે કંઈક કરવું હોય તો ત્રણ દિવસ સુધી પગપાળા તમારી ઓફિસ જાઓ. બાળકોને ફટાકડાની મજા માણવા દો."
દિવાળીના પર્વે સદગુરુએ સૌને શુભેચ્છા પાઠવી હતી અને આ દિવાળીમાં સંપૂર્ણ ગૌરવ સાથે પોતાની માનવતાને પ્રકાશિત કરવા જણાવ્યું હતું. સદગુરુએ કહ્યું, "સંકટના સમયે જે તમને અંધારામાં ધકેલી શકે છે, આનંદ, પ્રેમ અને ચેતનાથી ચમકવું એ જરૂરી બની જાય છે. આ દિવાળી પર પોતાની માનવતાને તમારી પૂરી ગરિમામાં પ્રકાશિત કરો. પ્રેમ અને આશીર્વાદ."
અગાઉ સોમવારે સુપ્રીમ કોર્ટની વિશેષ ખંડપીઠે કહ્યું હતું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી અને કોર્ટે કોલકાતા હાઈકોર્ટના સંપૂર્ણ પ્રતિબંધના ચુકાદાને "કઠોર" ગણાવ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે, ફટાકડામાં હાનિકારક રસાયણોનો ઉપયોગ અટકાવવા પગલાં લેવા જોઈએ.
ત્રણમાંથી બે પરિવાર આ દિવાળીએ ફટાકડા નહીં ફોડે: સર્વે દર ત્રણમાંથી બે પરિવારોની સરકારી પ્રતિબંધોને કારણે વધતા પ્રદૂષણ અને બજારમાં ફટાકડા ન મળવા સહિતના વિવિધ કારણોસર આ દિવાળીએ ફટાકડા ફોડવાની કોઈ યોજના નથી. આ એક સામુદાયિક સોશિયલ મીડિયા ફોરમ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યુ છે.
સ્થાનિક વર્તુળો દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે લગભગ 42 ટકા પરિવારો દિવાળી પર ફટાકડા ફોડવા પર કોઈની કોઈ રીતે પ્રતિબંધની તરફેણમાં છે, જ્યારે 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પ્રતિબંધોને સમર્થન આપતા નથી.
આ ઉપરાંત, અન્ય લોકો પણ છે જેઓ તેમની આજીવિકા ગુમાવવાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે, જે લગભગ બેથી ત્રણ ટકા હિસ્સો ધરાવે છે. સર્વે અનુસાર, 'જ્યારે ફટાકડાની વાત આવે છે, ત્યારે કુલ ત્રણમાંથી બે પરિવારો આ દિવાળીએ ફટાકડા ફોડશે નહીં.'
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર