Home /News /national-international /

કોંગ્રેસના નારા 'અબ હોગા ન્યાય' સાથે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના હોર્ડિગ મૂકાયાં

કોંગ્રેસના નારા 'અબ હોગા ન્યાય' સાથે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના હોર્ડિગ મૂકાયાં

દિલ્હીમાં લાગેલા હોર્ડિંગ. તસવીર, સૌજન્ય : ટ્વીટર

માલેગાવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ભાજપની ભોપાલ લોકસભા બેઠકની ઉમેદવાર છે. દિલ્હીમાં અનેક જગ્યાએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તસવીરો લગાવી છે જેમાં લખ્યું છે 'અબ હોગા ન્યાય'

ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસનો વિરોધ કરવા માટે તેમના જ નારાનો ઉપયોગ કરી લીધો છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો 2019ની ચૂંટણીમાં તેમની સરકાર બનશે તો તે દર મહિને ગરીબોને રૂપિયા 6,000 આપશે અને વાર્ષિક રૂપિયા 72,000 આપશે. કોંગ્રેસની આ યોજનાનું નામ ' ન્યાય' છે. જોકે, કોંગ્રેસના નારા 'અબ હોગા ન્યાય'નો ઉપયોગ દિલ્હી ભાજપના નેતા તેજીન્દરપાલ સિંહ બગ્ગા દ્વારા ભાજપના ઉમેદવાર સાથે કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં ભાજપના પ્રવક્તા તેજિંદર સિંહ બગ્ગાએ ટ્વીટર પર એક તસવીર મૂકી છે જેમાં તેમણે ભોપાલ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું હૉર્ડિંગ દર્શાવ્યું છે. હૉર્ડિંગમાં લખાયેલું છે કે 'અબ હોગા ન્યાય' આ પોસ્ટર દિલ્હીના અનેક વિસ્તારોમાં મૂકાયું હોવાનો દાવો કરાયો છે.

આ પણ વાંચો :  "અમારે એવો ચોકીદાર જોઈએ, જે દેશ માટે કામ કરે"

માલેગાવમાં થયેલા બોંબ ધડાકાના આરોપી સાધ્વી ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિતેલા દિવસોમાં ભાજપમાં જોડાયા હતા ત્યારથી જ એવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી હતી કે તે ભોપાલ સીટ પરથી ચૂંટણી લડશે.



સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગુરૂવારે કહ્યું, 'આતંકવાદ, મહિલા સુરક્ષા અને ભ્રષ્ટાચારતી ત્રસ્ત લોકો વચ્ચે જઈને મારી વાત મૂકીશ. મારા પર વિશ્વાસ મૂકવા બદલ પાર્ટીના નેતાઓનો આભાર માનું છું ઉપરાંત એવું પણ કહીશ કે દિગ્વિજયસિંહ મારા માટે કોઈ પડકાર નથી. ”
First published:

Tags: Hording, Loksabha elections 2019, Sadhavi Pragya thakur, કોંગ્રેસ, ભાજપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन