ન્યૂ દિલ્હી: પંજાબનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પંજાબમાં સીરોમણી અકાલી દળનાં સાંસદ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
પંજાબનાં ફિરોઝપુરનાં સાંસદ શે સિંઘ ઘુબાયા મંગળવારે રાહુલ ગાંધીને મળ્યા હતા અને વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આ પહેલા તેમણે, સોમવારે સીરોમણી અકાલી દળમાંથી રાજીનામું આપી દીધુ હતું.
શેર સિંઘ રાહુલ ગાંધીને મળ્યા ત્યારે પંજાબ કોંગ્રેસ પ્રમુખ સુનિલ કુમાર જાખર અને પંજાબ કોંગ્રેસનાં પ્રભારી આશા કુમારી તેમની સાથે હાજર રહ્યા હતા.
કોંગ્રસે પ્રમુખ રાહુલ ગાંધીએ અકાલી દળનાં સાંસદનું કોંગ્રેસમાં સ્વાગત કર્યુ હતુ અને કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફિસીયલ ટ્વીટર પણ લખ્યુ કે, અને તેમને શુભકામના પાઠવીએ છીએ”.
Congress President @RahulGandhi welcomes Ferozepur MP Shri Sher Singh Ghubaya to the Congress party. We wish him all the best. pic.twitter.com/Z665FDvbom
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફિરોઝપુર લોકસભા બેઠક માટે શેર સિંઘને કોંગ્રેસ ટિકિટ આપે તેવી પૂરી શક્યતા છે.
મહત્વની વાત છે કે, છેલ્લા ચાર દિવસમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નાં બીજા સાંસદ કોંગ્રેસમાં જોડાયા છે. આ પહેલા, ગયા શનિવારે ભાજપનાં સાંસદ સાવિત્રી બાઇ ફૂલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધીયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
સાવિત્રી બાઇ ફૂલે ઉત્તર પ્રદેશની બહરાઇચ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમણે તેની કારકિર્દીની શરૂઆત બહુજન સમાજ પાર્ટીથી કરી હતી.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર