સેના દિવસ પર સેનાધ્યક્ષ નરવણેનો ચીનને સંદેશ- અમારા ધૈર્યની પરીક્ષા ન લો

સેના દિવસ પર સેનાધ્યક્ષ નરવણેનો ચીનને સંદેશ- અમારા ધૈર્યની પરીક્ષા ન લો
મુકુંદ નરવણે.

Army Day (India): સેના દિવસ પર ભારતીય સેનાના સેનાધ્યક્ષ મનોજ મુકંદ નરવણેએ કહ્યુ છે કે ભારતીય સેના દેશના સન્માનમાં કોઈ આંચ નહીં આવવા દે.

  • Share this:
    નવી દિલ્હી: સેના દિવસે (Indian Army) ભારતીય સેનાના સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે (MM Narvane)એ ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ અમારા ધૈર્યની પરીક્ષા ન લે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું નિરીક્ષણ અને સૈનિકોને તેમની વીરતા માટે સન્માનિત કર્યા બાદ નરવણેએ એક સંબોધનમાં બંને પાડોશી દેશોની નાપાક હરકતો અંગે ટિપ્પણી કરી હતી.

    સેનાધ્યક્ષે કહ્યુ કે ગત વર્ષ આપણા માટે ખૂબ જ પડકારભર્યું રહ્યું હતું. ઉત્તરની સરહદો પર ચીન સાથે ચાલી રહેલા તણાવથી તમે પરિચિત છો. એક તરફી બદલાવના ષડયંત્રનો ઝડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે હું દેશને વિશ્વાસ અપાવવા માગું છું કે ગલવાનના શહીદોની શહીદી વ્યર્થ નહીં જાય. ભારતીય સેના દેશના સન્માન પર કોઈ આંચ નહીં આવવા દે. અમે વાતચીત અને રાજનીતિક પ્રયાસથી વિવાદના સમાધાન માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ કોઈ અમારા ધૈર્યની પરીક્ષા ન લે.



    અમે નાપાક ઇરાદાઓને સફળ નહીં થવા દઈએ: સેનાધ્યક્ષ

    પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા સેનાધ્યક્ષે કહ્યુ કે અમે તેમના નાપાક ઈરાદાઓને સફળ નહીં થવા દઈએ. તેમણે કહ્યુ કે નિયંત્રણ રેખા પર પણ દુશ્મનના દરેક નાપાક ઇરાદાનો ઝડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આતંકીઓને આશરો આપવાની પોતાની આદતથી પાકિસ્તાન લાચર છે. સીમા પર 300-400 આતંકી ઘૂસણખોરી માટે ટાપીને બેઠા છે. પરંતુ અમે તેમના ઇરાદા સફળ નહીં થવા દઈએ.

    સેના દિવસ પર પીએમ મોદીનું ટ્વીટ: 

    मां भारती की रक्षा में पल-पल मुस्तैद देश के पराक्रमी सैनिकों और उनके परिजनों को सेना दिवस की हार्दिक बधाई। हमारी सेना सशक्त, साहसी और संकल्पबद्ध है, जिसने हमेशा देश का सिर गर्व से ऊंचा किया है। समस्त देशवासियों की ओर से भारतीय सेना को मेरा नमन।

    સેનાધ્યક્ષે કહ્યુ કે, સેનાના પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરમાં ફક્ત હિંસામાં જ ઘટાડો થયો છે એવું નથી પરંતુ તેની સાથે સાથે અહીંના લોકોને પણ આતંકવાદથી રાહત મળી છે.

    ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યુ કે, સૈન્ય આધુનિકરણની દિશામાં ખૂબ મોટું કામ કરી રહી છે. ઇમરજન્સી અને ફાસ્ટ ટ્રેક યોજનાઓ અંતર્ગત સેનાએ લગભગ 5,000 કરોડ રૂપિયાના ઉપકરણો ખરીદ્યા છે. આ ઉપરાંત ગત વર્ષે 13 હજાર કરોડ રૂપિયાના ઉપકરણો ખરીદવા માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:January 15, 2021, 12:16 pm