Home /News /national-international /

સચિન પાયલટ શું ફરી મોટી ભૂમિકામાં આવશે નજર? કોંગ્રેસમાં અંદરખાને મચી હલચલ

સચિન પાયલટ શું ફરી મોટી ભૂમિકામાં આવશે નજર? કોંગ્રેસમાં અંદરખાને મચી હલચલ

પ્રિયંકા ગાંધી હવે પાયલટને મોટી ભૂમિકામાં જોવા માંગે છે

Sachin Pilot in Bigger Role in Congress: સચિન પાયલટની રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત: રાજસ્થાન પીસીસીનાં પૂર્વ ચીફ સચિન પાયલટ (Sachin Pilot)ની કોંગ્રેસમાં ભૂમિકાઓ અંગે ફરી એક વખત ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે. પાયલતે બે દિવસ પહેલાં શુક્રવારે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તે મુલાકાત બાદ એક વખત ફરીથી આ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું પાયલટ પાર્ટીમાં કોઇ મોટી ભૂમિકામાં નજર આવશે. વાંચો પાયલટની મુલાકાતની અંદરની ખબર પર.

વધુ જુઓ ...
    જયપુર: સચિન પાયલટ (Sachin Pilot)ને શું કોંગ્રેસ મોટી જવાબદારી આપવાનાં છે. કોંગ્રેસ (Congress)માં પાયલટને મોટી જવાબદારીની ચર્ચા પાછળનું કારણ છે તેમની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે લાંબી મુલાકાત. પાયલટે ગત શુક્રવારે બંનેને આશરે 1 કલાક સુધી વાતચીત કરી હતી. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પાયલટ સાથે ઘણાં મુદ્દા પર વાત કરી છે. મુખ્યમંત્રી અશોક ગહલોતનાં મંત્રિમંડળમાં ફેરબદલ અને બોર્ડ અને નિગમમાં રાજનીતિક નિયુક્તિઓ બાદ રાજસ્થાનમાં 2023માં થનારી વિધાનસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની સ્થિતિ અને આશા કેટલી મજબૂત છે. તેનાં પર મંથન થયું.

    પાર્ટીનાં સુત્રોનું કહેવું છે કે, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સામે રાજસ્થાનમાં પાર્ટીની ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિ અને સરાકરની જનતાની વચ્ચે છભિ અંગે તેનો ફિડબેક આપ્યો. સૂત્રો મુજબ, પાયલટે બંને નેતાઓને ઇશારામાં સ્પષ્ટ જણાવ્યું કે, મોટા બદલાવ વગર રાજસ્થાનમાં 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે ટકવું મુશ્કેલ છે. પાર્ટી સૂત્રોએ એમ પણ દાવો કર્યો છે કે, કોંગ્રેસ હાઇકમાન રાજસ્થાન પીસીસીનાં લાંબા સમય સુધી ચીફ રહી ચૂકેલાં સચિન પાયલને રાજસ્થાનની જગ્યાએ હાલમાં કેન્દ્રીય સ્તરે મોટી જવાબદારી આપવાં મંથન કરી રહી છે. સચિન પાયલટની દેશભરમાં યુવાઓ વચ્ચે અસરદાર છબિ જોતા પાયલટને પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ બનાવવા પર વિચારણાં ચાલી રહી છે.

    આ પણ વાંચો- 'કોંગ્રેસે યુપીમાં માયાવતી સાથે ગઠબંધનની ઓફર કરી હતી, પરંતુ તેમણે વાત પણ ન કરી' - રાહુલ ગાંધી

    પાંચ રાજ્યોની ચૂંટણીમાં પાયલોટની ભૂમિકાને લઈને પ્રિયંકા ઘણી ખુશ છે
    આ કારણથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પાયલોટ સાથે દેશમાં કોંગ્રેસની સ્થિતિ, ખાસ કરીને આગામી ચૂંટણી પહેલા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સચિન પાયલટ પાર્ટીના એવા કેટલાક નેતાઓમાંના એક છે જેમણે લગભગ તમામ રાજ્યોમાં પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. ખાસ કરીને યુપીમાં પ્રિયંકા ગાંધી સાથે પ્રચાર કર્યો. પાંચ રાજ્યોની ચૂંટણીમાં સચિન પાયલટની ભૂમિકાને લઈને પ્રિયંકા ગાંધી ખૂબ જ ખુશ છે.



    પ્રિયંકા હવે પાયલટને મોટી ભૂમિકામાં જોવા માંગે છે
    યુપીમાં, પાયલોટે માત્ર ગુર્જર પ્રભુત્વવાળી બેઠકો પર જ નહીં પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રચાર કર્યો. પ્રિયંકા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાયલટનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ ગયા મહિને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે પાયલોટે ચૂંટણીમાં સખત મહેનત કરી હતી અને યુપીમાં તેમની સાથે હતી. પ્રિયંકા ગાંધી હવે પાયલટને મોટી ભૂમિકામાં જોવા માંગે છે. આ કારણે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બંનેએ મળીને સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી.

    પાયલટ વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની મોટી ભૂમિકા ઈચ્છે છે
    જોકે સચિન પાયલટ 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં મોટી ભૂમિકા ઈચ્છે છે. પાયલોટના સમર્થકો પણ રાજસ્થાનમાં પરિવર્તન ઈચ્છે છે નહીંતર સચિન પાયલટને મોટી ભૂમિકા સોંપવામાં આવે. કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ પાયલટની ભૂમિકા અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, તેમને પાર્ટીની મોટી જવાબદારી સોંપવી કે રાજસ્થાનમાં તેમની ભૂમિકા નક્કી કરવી જોઈએ. કોંગ્રેસમાં ઉચ્ચ સ્તરે પણ ચર્ચા તેજ બની છે કે શું પાયલટ વિના અશોક ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસને ફરી સત્તામાં લાવી શકશે કે નહીં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ashok Gehlot Vs Sachin Pilot, Congress News, Rajasthan latest news

    આગામી સમાચાર