સચિન પાયલટે પોતાની જ સરકારને યાદ કરાવ્યો ઘોષણાપત્રનો વાયદો, CM ગેહલોતને લખ્યો લેટર

News18 Gujarati
Updated: September 12, 2020, 6:09 PM IST
સચિન પાયલટે પોતાની જ સરકારને યાદ કરાવ્યો ઘોષણાપત્રનો વાયદો, CM ગેહલોતને લખ્યો લેટર
સચિન પાયલટે પોતાની જ સરકારને યાદ કરાવ્યો ઘોષણાપત્રનો વાયદો, CM ગેહલોતને લખ્યો લેટર

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો

  • Share this:
જયપુર : રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સચિન પાયલટે (Sachin Pilot) મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot)પત્ર લખ્યો છે. સચિન પાયલટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા થતી ભરતીમાં એસબીસી સમાજને 5 ટકા અનામત આપવામાં આવી રહ્યું નથી. આ સાથે દેવનારાયણ બોર્ડ અને દેવનારાયણ યોજના અંતર્ગત આવનાર ઘણા વિકાસ કાર્ય પણ લગભગ ઠપ પડેલા છે. જે ઘણું પીડાદાયક છે. આવામાં આની પર જલ્દી કાર્યવાહી કરવામાં આવે. પાયલટે પત્રમાં લખ્યું કે પ્રદેશના અલગ-અલગ ભાગમાંથી આવેલા પ્રતિનિધિમંડળોએ મને મળીને આ વાત જણાવી છે.

સચિન પાયલટે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 2018માં વિધાનસભાની ચૂંટણીમાં ઘોષણાપત્રમાં એસબીસી સમાજને 5 ટકા અનામત આપવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે ગત વખતની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં 2011માં આ સમજુતી પણ થઈ હતી કે 4 ટકા વધારાના પદ એસબીસી માટે સુરક્ષિત રાખવામાં આવશે.

આ પણ વાંચો - IPL 2020: કેપ્ટનશિપ માટે ધોની નહીં પણ આ ખેલાડી હતો CSKની પ્રથમ પસંદ

પત્રમાં એ પણ લખ્યું છે કે વર્તમાન કોંગ્રેસ સરકારમાં ફેબ્રુઆરી 2019માં સરકાર અને એસબીસીકેના પ્રતિનિધિઓ વચ્ચે સમજુતી પ્રમાણે એસબીસી માટે 4 ટકા પદ અને પ્રક્રિયાધીન ભરતીઓ માટે 4 ટકા વધારાના પદ સ્વીકૃત કરવા તથા વર્તમાનમાં ચાલી રહેલી ભરતીઓમાં 4 ટકા અતિરિક્ત પદ સ્વીકૃત કરવાના આદેશ પછી પણ કેટલીક ભરતીઓને છોડીને બીજી ભરતીઓમાં 5 ટકા અનામત આપવામાં આવતું નથી.

સચિન પાયલટે પોતાના પત્રમાં જાણકારી આપતા જણાવ્યું કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2018, રીટ ભરતી 2018, પંચાયતી રાજ એલડીસી ભરતી 2013, ટેકનિકલ હેલ્પર ભરતી 2018, નર્સિંગ ભરતી 2013, 2018, જેલ પ્રહરી ભરતી 2018, આશા સુપરવાઇઝ ભરતી 2016 જેવી ભરતીમાં 5 ટકા અનામત આપવામાં આવ્યું નથી.
Published by: Ashish Goyal
First published: September 12, 2020, 6:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading