રાજસ્થાનઃ કૉંગ્રેસ માટે કેમ જરૂરી છે સચિન પાયલટ? જાણો ઇનસાઇડ સ્ટોરી

News18 Gujarati
Updated: July 14, 2020, 1:03 PM IST
રાજસ્થાનઃ કૉંગ્રેસ માટે કેમ જરૂરી છે સચિન પાયલટ? જાણો ઇનસાઇડ સ્ટોરી
2018ની વિધાનસભા ચૂંટણી જીતવામાં સચિન પાયલટની શું હતી ભૂમિકા? કૉંગ્રેસના નેતાઓ કેમ સમજાવી રહ્યા છે?

2018ની વિધાનસભા ચૂંટણી જીતવામાં સચિન પાયલટની શું હતી ભૂમિકા? કૉંગ્રેસના નેતાઓ કેમ સમજાવી રહ્યા છે?

  • Share this:
ભવાની સિંહ, જયપુરઃ પોતાના બળવાખોર વર્તનથી રાજસ્થાનની અશોક ગહલોત સરકાર (Ashok Gehlot Government)ને મુશ્કેલીમાં મૂકનારા નાયબમુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ સચિન પાયલટ (PCC Chief Sachin Pilot) રાજસ્થાન (Rajasthan)માં પાર્ટીનો મોટો ચહેરો છે. પાયલટ ગુર્જર સમુદાયમાંથી આવે છે. તેઓ જો પાર્ટી છોડે તો ગુર્જર સમુદાય (Gurjar Community)ની 7 ટકા વોટ બેન્ક કૉંગ્રેસના હાથમાંથી સરકી શકે છે. આ વોટ બેન્ક 2018માં એકતરફી કૉંગ્રેસની સાથે હતી. પૂર્વ રાજસ્થાનમાં ગુર્જર વોટ બેન્ક નિર્ણાયક છે. વર્ષ 2018માં સચિન પાયલટના કારણે ગુર્જરોએ કૉંગ્રેસને એકતરફી વોટ આપ્યા હતા.

કૉંગ્રેસના અનેક દિગ્ગજ છે પાયલટ કેમ્પમાં

વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસનો સૌથી વધુ સીટો પૂર્વ રાજસ્થાનમાં મળી હતી. તેની સાથે જ સચિન પાયલટ રાજસ્થાન કૉંગ્રસના અધ્યક્ષ પણ છે. જો પાયલટ પાર્ટી છોડે છે તો સંગઠનનો એક મોટો હિસ્સો તેમની સાથે જઈ શકે છે. રાજસ્થાન કૉંગ્રેસના અનેક મોટા ચહેરા છે જે સચિન પાયલટની સાથે જોડાયેલા છે. તેમાં દીપેન્દ્ર સિંહ શેખાવત અગાઉની અશોક ગહલોત સરકારમાં વિધાનસભા અધ્યક્ષ હતા. સીકર જિલ્લાના શ્રીમાધોપુર વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય દીપેન્દ્ર સિંહ સોનીયા ગાંધી તરફથી સત્તા અને સંગઠનમાં સમન્વય માટે બનાવવામાં આવેલી સમિતિના સભ્ય પણ છે.

આ પણ વાંચો, અયોધ્યાને ‘નકલી’ અને રામને ‘નેપાળી’ કહીને પોતાના દેશમાં જ ઘેરાયા PM કેપી ઓલી

વિશ્વેન્દ્ર સિંહ અને હેમારામ જાટ સમુદાયના મોટા ચહેરા

રાજસ્થાન સરકારના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ જાટ સમુદાયના પાર્ટીમાં મોટો ચહેરો છે. વિશ્વેન્દ્ર સિંહની પૂર્વ રાજસ્થાનમાં જાટ સમુદાય પર સારી પકડ છે. તેઓ પ્રદેશ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ પણ છે. ત્રીજું મોટું નામ હેમારામ ચૌધરીનું છે. હેમારામ કૉંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય છે. આઠમી વાર ધારાસભ્ય બનેલા હેમારામ પશ્ચિમ રાજસ્થાનમાં જાટ સમુદાયનો મોટો ચહેરો છે. બીજી તરફ, મુકેશ ભાકર રાજસ્થાનના કૉંગ્રેસની યૂથ વિંગના અધ્યક્ષ છે, તો રાકેશ પારીખ પ્રદેશ કૉંગ્રસ સેવાદળના અધ્યક્ષ છે.આ પણ વાંચો, ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરનારી દવાને ભારતમાં પણ મળી મંજૂરી

પહેલા શીતયુદ્ધના રૂપમાં હતો સમગ્ર વિવાદ : ઉલ્લેખનીય છે કે, સત્તા અને સંગઠનમાં ચાલી રહેલા તાજા ઘટનાક્રમમાં સ્પષ્ટપણે બે કેમ્પ સામ-સામે છે. પહેલા આ વાડાબંધી શીતયુદ્ધના રૂપમાં હતી અને હવે બધું સામ-સામે છે. આ જ કારણ છે કે આટલો મોટો રાજકીય ઘટનાક્રમ હોવા છતાંય કૉંગ્રસ પાયલટને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવામાં પાર્ટી ઉતાવળમાં કોઈ પણ પગલું નથી ભરવા માંગતી. તેઓ શાંતિપૂર્વક વચ્ચેનો રસ્તો કાઢવામાં લાગી છે.
Published by: Mrunal Bhojak
First published: July 14, 2020, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading