Home /News /national-international /સચિન પાયલચની નારાજગી યથાવત, સોમવારે CM ગેહલોતની મિટિંગમાં નહીં રહે હાજર

સચિન પાયલચની નારાજગી યથાવત, સોમવારે CM ગેહલોતની મિટિંગમાં નહીં રહે હાજર

નોટિસથી નારાજ ડેપ્યુટી CM સચિન પાયલટ અને તેમના સમર્થકોએ CM અશોક ગેહલોસ સામે મુશ્કેલી ઉભી કરી નાખી છે.

નોટિસથી નારાજ ડેપ્યુટી CM સચિન પાયલટ અને તેમના સમર્થકોએ CM અશોક ગેહલોસ સામે મુશ્કેલી ઉભી કરી નાખી છે.

    નવી દિલ્હીઃ રાજસ્થાનનના ડેપ્યૂટી મુખ્યમંત્રી સચિન પાયલટની નારાજગી યથાવત છે. જેના કારણે સોમવારે સવારે 10.30 વાગ્યે થનારી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ નહીં થાય. જ્યારે સચિન પાયલટના નજીકના લોકોનું કહેવું છે કે 30 ધારાસભ્યો તેમના સમર્થનમાં આવવાથી સરકાર અલ્પમતમાં છે.

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસ સ્થાને મળેલી કોંગ્રેસ ધારાસભ્યો સાથે અનૌપચારિક બેઠક ખતમ થઈ ગઈ છે. ત્યારબાદ બધા ધારાસભ્યો પોત-પોતાના ઘરે જતા રહ્યા હતા. જ્યારે સીએમ પોતાના મંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આવતી કાલે સોમવારે સવારે 10.30 વાગ્યે ધારાસભ્યોની ઔપચારિક બેઠક થશે.

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot)ની સરકાર ઉપર સંકટ વાદળો વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ અથવા બીજેપીમાંથી કઈ પાર્ટી દમદાર છે એ અંગે ચર્ચા શરું થઈ ગઈ છે. સચિન પાયલટના (Sachin Pilot) સમર્થકોનો દાવો છે કે તેમની સાથે 24 ધારાસભ્યો છે. પરંતુ જાણકારોનો ક્યાસ માનીએ તો આ દાવાના વિપરીત સરકાર સમર્થકોનું માનવું છે કે પાયલ સમર્થક ધારાસભ્યોની સંખ્યા 15-17 થઈ શકે છે.

    આ બધા વચ્ચે બધા દળોમાં સંભાવનાઓ શોધવાનું શરૂ કર્યું છે. સચિન પાયલટ સમર્થક ધારાસભ્યો રાજીનામું આપે અથવા બીજેપી સાથે મળીને સરકાર બનાવવાની તમામ વાતો લઈને મંથનનો દોર શરૂ થયો છે. જોકે, કોંગ્રેસ સમર્થકોનો દાવો છે કે પાયલટ - પ્રકરણને પાર્ટી ઉકેલશે. અને ગેહલોત સરકાર ઉપર કોઈ ફરક નહીં પડે.

    આ પણ વાંચોઃ-જોવા મળશે અદભૂત નજારો! 14 જુલાઈથી 20 દિવસો સુધી ભારતના આકશમાં દેખાશે અનોખો ધૂમકેતૂ

    વિધાનસભાનો હાલ
    રાજસ્થાનની 200 સભ્યોવાળી વિધાનસભામાં અત્યારે કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. જ્યારે બીજેપી સભ્યોની સંખ્યા 75 છે. કોંગ્રેસના ધારાસબ્યોની સંખ્યા 101 છે. કોંગ્રેસને બસપાના 6 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે બીપેજીપ પાસે કુલ 72 ધારાસભ્યો છે. જ્યારે પાર્ટીને આરએલપીના 3 સભ્યોનું સમર્થન મળેલું છે. કોંગ્રેસ અને ભાજપ ઉપરાંદ અપક્ષ અથવા અન્ય ધારાસભ્યોની સંખ્યા 18 છે. જેમાં બીપીટીના 2 એમએલએ, 2 સીપીએમ, 1 આરએલડી અને 13 નિર્દલીય ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચોઃ- મેટ્રીમોનિયલ સાઈટ ઉપર મુરતિયા શોધતી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! વાંચો અમદાવાદની ઘટના

    આ પણ વાિંચોઃ-પાયલટ સમર્થક ધારાસભ્ય પદ છોડી દે તો શું ગેહલોત સરકાર પડી જશે? 10 પોઈન્ટમાં સમજો ગણિત

    સચિન પાયલટના સમર્થક ધારાસભ્યોની સંખ્યા જો 24 માનવામાં આવે તો તેમના રાજીનામા બાદ સદનમાં ધારાસભ્યોની સંખ્યા 176 રહી જશે. 176 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત માટે 89 ધારાસભ્યોની જરૂરત રહેશે. પાયલટ સમર્થક ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પાસે 107માંથી માત્ર 83 ધારાસભ્યો બચશે જે બહુમત માટે છ ઓછા છે. બીજેપી પોતાના 75 ધારાસભ્યો સાથે બહુમત માટે 14 સીટો દૂર રહેશે.આવી સ્થિતિમાં નિર્દલીય ધારાસભ્યોના મત મહત્વપૂર્ણ રહેશે.આ 18માંથી કોંગ્રેસને બહમત માટે માત્ર 5 ધારાસભ્યોનું સમર્થન જોઈએ જ્યારે બીજેપીને 14 સભ્યોના સમર્થનની જરૂર છે.
    " isDesktop="true" id="998603" >

    SOG નોટિસ મળવાના લીધે સચિન નારાજ
    રિપોર્ટ અનુસાર SOGએ નોટિસ મોકલી તેના લીધે સચિન પાયલટ નારાજ છે. આ નોટિસ ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ મામલામાં ઇશ્યૂ કરવામા આવી છે. તેથી તેમની પૂછપરછ કરવામા આવશે. ગૃહ વિભાગ મુખ્યમંત્રી અશોક ગેહલોત હસ્તક છે. તે રીતે SOG દ્વારા આ નોટિસ પાયલટની મુવમેન્ટ જાણવા મોકલવામા આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે SOGએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અન્ય મંત્રીઓને પણ નોટિસ મોકલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન પાયલટના સમર્થકો પણ નોટિસથી નારાજ છે. તેમણે કહ્યું કે હવે તો બધી હદ પાર થઇ ગઇ છે, અને તેમની સાથે કામ કરવું અશક્ય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Sachin pilot, રાજસ્થાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन