સબરીમાલા: પુરુષોના વેશમાં બે મહિલાએ મંદિર પ્રવેશનો પ્રયાસ કરતા તણાવ

News18 Gujarati
Updated: January 16, 2019, 12:36 PM IST
સબરીમાલા: પુરુષોના વેશમાં બે મહિલાએ મંદિર પ્રવેશનો પ્રયાસ કરતા તણાવ
ફાઇલ તસવીર

બંને મહિલાઓનું કહેવું છે કે પોલીસે તેમને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું હતું, ત્યારબાદ તેઓ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેરળના પથાનામથિટ્ટામાં સ્થિત પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બુધવારે લગભગ 30 વર્ષની બે મહિલાઓએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વિરોધનો સામનો કર્યા બાદ મંદિર જવાના રસ્તે માત્ર અડધે જ પહોંચ્યા અને તેમને પરત જવું પડ્યું.

કન્નૂરની રહેવાસી બંને મહિલાઓના નામ રેશમા નિશાંત અને શનિલા સજેશ છે. લાઇવ હિન્દુસ્તાન વેબસાઇટના અહેવાલ મુજબ, બંનએ મંદિર જવાના રસ્તામાં 5.5 કિલોમીટરનું અંતર કાપી લીધું હતું. આ દરમિયાન નારાજ ભક્તોએ તેમને આગળ જતા રોકી દીધા. બંને મહિલાઓએ મંદિર જવા માટે ચડવાનું સવારે પાંચ વાગ્યે શરૂ કર્યું હતું એન બંનેએ પુરુષોના કપડા પહેર્યા હતા.

બંને મહિલાઓનું કહેવું છે કે પોલીસે તેમને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું હતું, ત્યારબાદ તેઓ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. પોલીસે બંને મહિલાઓનો વિરોધ કરી રહેલા પાંચ પ્રદર્શનતકર્તાઓની ધરપકડ કરી, ત્યારબાદ મહિલાઓને થોડા સમય માટે ચડવાનું ચાલુ રાખ્યું.

આ પણ વાંચો, સબરિમાલા મંદિરમાં સૌપ્રથમ પ્રવેશ કરનારી મહિલાને તેની સાસુએ ફટકારી

બંને મહિલાઓ થોડુંક આગળ ગયા હશે ત્યાં બંનેને ફરી એક વાર વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. આ સમગ્ર ઘટના લગભગ બે કલાક સુધી ચાલી. તણાવપૂર્ણ સ્થિતિને જોતા પોલીસે બંને મહિલાઓને બેઝ કેમ્પ લઈ ગયા.
First published: January 16, 2019, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading